Not Set/ આજે નાણામંત્રીની પ્રેસ કોન્ફરન્સ, અર્થવ્યવસ્થા પર થઈ શકે છે મોટી જાહેરાત

નાણાંમંત્રી નિર્મલા સીતારામન શનિવારે અર્થવ્યવસ્થાની મંદી દૂર કરવા માટે મોટી જાહેરાત કરી શકે છે. આ ક્રમમાં રિયલ એસ્ટેટ અને નિકાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. પીઆઈબી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ,આ પ્રેસ કોન્ફરન્સ બપોરે 2.30 કલાકે દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે યોજાશે. આ સિવાય નાણાંમંત્રી ઘણા અન્ય મોટા નિર્ણયોની ઘોષણા કરી શકે છે. Press Conference […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamona 10 આજે નાણામંત્રીની પ્રેસ કોન્ફરન્સ, અર્થવ્યવસ્થા પર થઈ શકે છે મોટી જાહેરાત

નાણાંમંત્રી નિર્મલા સીતારામન શનિવારે અર્થવ્યવસ્થાની મંદી દૂર કરવા માટે મોટી જાહેરાત કરી શકે છે. આ ક્રમમાં રિયલ એસ્ટેટ અને નિકાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. પીઆઈબી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ,આ પ્રેસ કોન્ફરન્સ બપોરે 2.30 કલાકે દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે યોજાશે. આ સિવાય નાણાંમંત્રી ઘણા અન્ય મોટા નિર્ણયોની ઘોષણા કરી શકે છે.

વિકાસ પ્રક્રિયાનો એક ભાગ છે જીડીપીમાં ઘટાડો

નાણાંમંત્રી નિર્મલા સીતારામને નરેન્દ્ર મોદી સરકારના 100 દિવસના રિપોર્ટકાર્ડ રજૂ કરતી વખતે કહ્યું હતું કે જીડીપીમાં વધઘટએ વિકાસ પ્રક્રિયાનો એક ભાગ છે. કેન્દ્ર સરકાર દેશમાં આર્થિક મંદીનો અંત લાવવાનો પ્રયાસ કરી રહી છે, અને વૃદ્ધિ દર વધારવા માટે પગલા શરૂ કરવામાં આવ્યા છે. ચેન્નઇમાં પત્રકારો સાથે વાત કરતા નાણાં પ્રધાને કહ્યું કે સરકાર આગામી ક્વાર્ટરમાં જીડીપીના આંકડા કેવી રીતે વધારશે તે શોધવાનો સતત પ્રયાસ કરી રહી છે. સરકારે ઇન્ફ્રા સેક્ટરમાં તેના રોકાણમાં વધારો કર્યો છે.

ઓટો સહિતના આ ક્ષેત્રો પર સરકારનું છે ધ્યાન

નાણાંમંત્રીએ કહ્યું છે કે સરકાર ઓટો ક્ષેત્રમાં પ્રવર્તતી સુસ્તી માટે ગંભીર છે. આ સાથે ઓટો કંપોનેંટ ઉદ્યોગની માંગણીઓ પર પણ ધ્યાનમાં લેવામાં આવી રહી છે. આ સાથે, સરકાર ઘર ખરીદનારાઓની માંગણીઓના સમાધાનની શોધમાં છે, જેના વિશે ટૂંક સમયમાં માહિતી આપવામાં આવશે.

જીએસટી સંગ્રહ વધારવાના પ્રયાસો

સરકાર જીએસટી સંગ્રહને વધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. જીએસટી કલેક્શન મહત્તમ 1 લાખ કરોડને પાર કરી ગયું છે. જો કે મોટાભાગે તે આની નીચે રહ્યો છે. હવે સરકાર ટેક્સનો અવકાશ વધારવાની વાત કરી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન