Not Set/ ૨૦૧૮-૧૯માં ભારતનો આર્થિક વિકાસ દર પહોંચી શકે છે ૭.૩ ટકા : વર્લ્ડ બેંક

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી ભારતની અર્થવ્યવસ્થામાં ખૂબ ઝડપી સુધારો જોવા મળી રહ્યો છે અને હાલમાં જ ફ્રાંસને પછાળી દુનિયાની સૌથી છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવ તરફ જઈ રહી છે, ત્યારે હવે વર્લ્ડ બેંક તરફથી પણ ભારતની ઈકોનોમીને લઈ એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ૭.૩ ટકા સુધી રહી શકે છે વિકાસનો દર […]

Top Stories Trending Business
The World Bank 1024x768 e1559736125587 ૨૦૧૮-૧૯માં ભારતનો આર્થિક વિકાસ દર પહોંચી શકે છે ૭.૩ ટકા : વર્લ્ડ બેંક

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી ભારતની અર્થવ્યવસ્થામાં ખૂબ ઝડપી સુધારો જોવા મળી રહ્યો છે અને હાલમાં જ ફ્રાંસને પછાળી દુનિયાની સૌથી છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવ તરફ જઈ રહી છે, ત્યારે હવે વર્લ્ડ બેંક તરફથી પણ ભારતની ઈકોનોમીને લઈ એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

ચાલુ નાણાંકીય વર્ષમાં ૭.૩ ટકા સુધી રહી શકે છે વિકાસનો દર

વિશ્વ બેંક દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ભારતની આર્થિક વૃદ્ધિમાં મજબૂતી જોવા મળી રહી છે અને ચાલુ નાણાંકીય વર્ષમાં આ વૃદ્ધિ ૭.૩ ટકા રહેવાનુ અનુમાન છે. ત્યારબાદ આગામી બે વર્ષમાં વધીને ૭.૫ ટકા પર પહોંચી જશે.

વર્લ્ડ બેંકનું કહેવુ છે કે, નોટબંધી અને ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરાવાથી કામચલાઉ સ્તરે જે અવરોધો ઉભા થયા હતા એમાંથી હવે ભારતીય અર્થતંત્ર બહાર થઈ ગયુ હોય તેવુ લાગે છે.

જો કે વિશ્વ બેંક દ્વારા અમૂક સ્થાનિક જાખમો તથા બાહ્ય પર્યાવરણીય માઠી અસરને નજર અંદાજ કરી શકાય નહીં એમ જણાવવામાં આવ્યું છે.

નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૭ ટકા રહ્યો હતો. તાજેતરના મહિનાઓમાં આ દરમાં નોંધણીય વધારો જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત વર્લ્ડ બેંક દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૩ ટકા પર પહોંચે એવી ધારણા છે અને ખાનગી ક્ષેત્ર દ્વારા જંગી મૂડીરોકાણ તેમજ નિકાસમાં ખૂબ ઉછાળો આવ્યો હોવાથી આગામી બે વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૫ ટકા સુધી પહોંચી જશે.

વધુ વાંચો :  

https://api.mantavyanews.in/national-india-can-be-the-worlds-fifth-largest-economy-by-defeating-britain-next-year-jaitley/