Not Set/ ચાલુ નાણાકીય વર્ષમાં દેશની GDPનો દર 7.5 ટકા રહેવાનું અનુમાન : રિપોર્ટ

નવી દિલ્હી, દુનિયાભરમાં ભારતની અર્થવ્યવસ્થા સૌથી મજબૂત દેશોની યાદીમાં સ્થાન ધરાવે છે ત્યારે રેટિંગ એજન્સી કેયર રેટિંગ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. કેયર રેટિંગના રિપોર્ટ મુજબ, ભારતની ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડકટ (GDP) ચાલુ નાણાકીય વર્ષમાં 7.5 ટકા રહેવાનું અનુમાન છે. જે ગત વર્ષે 6.માત્ર 6.6 ટકા જ હતું. આ રિપોર્ટ બાદ માનવામાં આવી રહ્યું […]

Business
economic growth ચાલુ નાણાકીય વર્ષમાં દેશની GDPનો દર 7.5 ટકા રહેવાનું અનુમાન : રિપોર્ટ

નવી દિલ્હી,

દુનિયાભરમાં ભારતની અર્થવ્યવસ્થા સૌથી મજબૂત દેશોની યાદીમાં સ્થાન ધરાવે છે ત્યારે રેટિંગ એજન્સી કેયર રેટિંગ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. કેયર રેટિંગના રિપોર્ટ મુજબ, ભારતની ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડકટ (GDP) ચાલુ નાણાકીય વર્ષમાં 7.5 ટકા રહેવાનું અનુમાન છે. જે ગત વર્ષે 6.માત્ર 6.6 ટકા જ હતું.

આ રિપોર્ટ બાદ માનવામાં આવી રહ્યું છે કે, ઉદ્યોગ તેમજ કૃષિના ક્ષેત્રમાં સારું પ્રદર્શન જોવા મળી શકે છે.

કેયર રેટિંગના રિપોર્ટમાં વિકાસ દર વધવાની સાથે સાથે દેશના કેટલાક ક્ષેત્રોમાં પડકાર પણ ચાલુ રહેશે તે પણ જણાવવામાં આવ્યું છે. રેટિંગ એજન્સીના જણાવ્યા મુજબ, “ફુગાવો, વ્યાજ દર, રાજકોષીય મજબૂતીકરણ, ચાલુ ખાતાની ખોટ અને વિનિમય દર હજુ પણ ચિંતાના વિષય છે”.

આ ઉપરાંત રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, “ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ક્રુડ ઓઈલની કિંમત 80 ડોલર પ્રતિ બેરલથી વધુ વધશે નહીં અને આ ભાવ વર્ષ દરમિયાન એવરેજ 75 ડોલર પ્રતિ બેરલ સુધી બની રહેશે.

ચાલુ ખાતાના ગોટાળા અંગે એજન્સીના રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, વેપાર ખાધ નાણાકીય વર્ષ ૨૦૧૭-18ના પ્રથમ નવ મહિનાના 1.7 ટકાની તુલનામાં વધુ રહેશે.

રિપોર્ટમાં વેપાર ખાધ વધવા પાછળના કારણોમાં ખાધની વૃદ્ધિ, પોર્ટફોલિયોનો પ્રવાહમાં નરમાઇ અને ક્રુડ ઓઈલની કિંમતમાં થઇ રહેલો વધારો જણાવવામાં આવ્યો છે.