Not Set/ મુકેશ અંબાણીએ આ અબજોપતિને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ, સંપત્તિમાં બે દિવસમાં થયો ૯૪૦૦ કરોડ રૂપિયાનો વધારો

નવી દિલ્હી, દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણીના વેતનમાં છેલ્લા ૯ વર્ષથી કોઈ વધારો થયો ન હતો, ત્યારે હવે ૧૦માં વર્ષમાં પણ પગારમાં કોઈ વૃદ્ધિ કરવામાં આવી નથી, પરંતુ છેલ્લા બે દિવસમાં તેઓની જે સંપત્તિ કમાઈ છે તે અંગે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા બે દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં ૯૪૦૦ કરોડ રૂપિયાનો […]

Trending Business
607229 ambani mukesh 072117 780x405 1 મુકેશ અંબાણીએ આ અબજોપતિને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ, સંપત્તિમાં બે દિવસમાં થયો ૯૪૦૦ કરોડ રૂપિયાનો વધારો

નવી દિલ્હી,

દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણીના વેતનમાં છેલ્લા ૯ વર્ષથી કોઈ વધારો થયો ન હતો, ત્યારે હવે ૧૦માં વર્ષમાં પણ પગારમાં કોઈ વૃદ્ધિ કરવામાં આવી નથી, પરંતુ છેલ્લા બે દિવસમાં તેઓની જે સંપત્તિ કમાઈ છે તે અંગે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

છેલ્લા બે દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં ૯૪૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે અને તેઓની કુલ સંપત્તિ ૪૧.૯ અબજ ડોલર અટેલે કે ૨.૮૪ લાખ કરોડ રૂપિયા સુધી પહોચી ગઈ છે.

દિગ્ગજોને પછાડી હાંસલ કર્યું ૧૫મું સ્થાન

આ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ દુનિયાભરના દિગ્ગજોને પછાળી વિશ્વના સૌથી અમરી લોકોની યાદીમાં ૧૫મું સ્થાન હાંસલ કર્યું છે. આ દરમિયાન તેઓએ વોલમાર્ટના જિમ વોલ્ટન અને રોબ વોલ્ટનને પાછળ છોડ્યા છે.

બ્લૂમબર્ગ દ્વારા જાહેર કરાયેલી દુનિયાભરના અબજોપતિની યાદીમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. આ યાદી અનુસાર, મુકેશ અંબાણીની સંપત્તિમાં થયેલા જબરદસ્ત વધારા બાદ તેઓ અલીબાબાના જેક માની નેટ વર્થ મામલે થોડાક પાછળ રહ્યા છે.

બે દિવસમાં સંપત્તિમાં થયો ૯૪૦૦ કરોડ રૂપિયાનો વધારો

બ્લૂમબર્ગની ઇન્ડેક્સ અનુસાર, ૧૯ જૂનના રોજ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૨.૭૫ લાખ કરોડ રૂપિયા હતી, પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં થયેલા વધારાના કારણે તેઓની સંપત્તિમાં માત્ર બે દિવસમાં જ ૯૪૦૦ કરોડ રૂપિયા વધી છે. આ સાથે જ મુકેશ અંબાણીની સંપત્તિ કુલ સંપત્તિ ૪૧.૯ અબજ ડોલર અટેલે કે ૨૦૮૪ લાખ કરોડ રૂપિયા સુધી પહોચી ગઈ છે. જયારે ૧૪માં ક્રમાંકે રહેલા અલીબાબાના જેક માની સંપત્તિ ૩.૧૧ લાખ રૂપિયા હતી.

 એમેઝોનના જેફ બેજોસ બન્યા દુનિયાના સૌથી અમીર વ્યક્તિ

બ્લૂમબર્ગ દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટ મુજબ, ઈ-કોમર્સ કંપની એમેઝોનના જેફ બેજોસ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેઓની કુલ સંપત્તિ ૧૪૪.૮ બિલિયન ડોલર છે. જયારે માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સની સંપત્તિ ૯૨.૮ બિલિયન ડોલર છે.

આ ઉપરાંત વોરેન બફેટ ૮૧.૬ બિલિયન ડોલર અને ફેસબુકના માર્ક ઝુકરબર્ગ ૮૧.૬ બિલિયન ડોલર સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. બીજી બાજુ માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં આ વર્ષમાં ૮.૮ બિલિયન ડોલરનો વધારો થયો છે ત્યારે તેઓ આ મામલે વોરેન બફેટ કરતા આગળ નીકળી શકે છે.

દુનિયાના ટોચના ૧૦ અમીર વ્યક્તિ :

૧. એમેઝોનના જેફ બેજોસ : ૧૪૪.૮ બિલિયન ડોલર

૨. માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ : ૯૨.૮ બિલિયન ડોલર

૩. બાર્કશેર હેથવેના વોરેન બફેટ : ૮૧.૬ બિલિયન ડોલર

૪. ફેસબુકના માર્ક ઝુકરબર્ગ : ૮૧.૬ બિલિયન ડોલર

૫. ઓર્ટેગાના એમાન્સીઓ ઓર્ટીગા : ૭૪.૯ બિલિયન ડોલર

૬. LVMHના બર્નાડ અર્નોલ્ટ : ૭૩.૬ બિલિયન ડોલર

૭. આલ્ફાબેટના લેરી પેગ : ૫૬.૭ બિલિયન ડોલર

૮. કાર્સો કોગ્લોમેરેટના કેર્લોસ સ્લિમ : ૫૬.૬ બિલિયન ડોલર

૯. ગુગલના સર્જે બ્રિન : ૫૫.૨ બિલિયન ડોલર

૧૦. ઓરેકલના લેરી એલિસન : ૪૯.૭ બિલિયન ડોલર

૧૫. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી : ૪૧.૯ બિલિયન ડોલર