Not Set/ RBI: બેન્કના બોર્ડ સ્તર પર આઇટી કુશળતા આવશ્યક રહેશે.

મુંબઈ : નાણાકીય ક્ષેત્ર માટેના મોટા જોખમનો સામનો કરતા સાયબર થ્રેટ સાથે RBI એ જણાવ્યું હતું કે આ પડકારને પહોંચી વળવા પગલાંની ઝડપી અમલીકરણની ખાતરી કરવા બેન્કોને આઇટી નિષ્ણાંત સાથે બોર્ડ બનાવવાની જરૂર છે. બૅન્કોને સાયબર સિક્યોરિટી થ્રેટ માટે તૈયાર કરવામાં આવેલુ વ્યાપક સંસ્થાકીય માળખું હોવું જરૂરી છે. રિઝર્વ બેંકોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મીના હેમચંદ્રાએ સીઆઈઆઇ […]

Business
news10.11.17 1 RBI: બેન્કના બોર્ડ સ્તર પર આઇટી કુશળતા આવશ્યક રહેશે.

મુંબઈ :

નાણાકીય ક્ષેત્ર માટેના મોટા જોખમનો સામનો કરતા સાયબર થ્રેટ સાથે RBI એ જણાવ્યું હતું કે આ પડકારને પહોંચી વળવા પગલાંની ઝડપી અમલીકરણની ખાતરી કરવા બેન્કોને આઇટી નિષ્ણાંત સાથે બોર્ડ બનાવવાની જરૂર છે. બૅન્કોને સાયબર સિક્યોરિટી થ્રેટ માટે તૈયાર કરવામાં આવેલુ વ્યાપક સંસ્થાકીય માળખું હોવું જરૂરી છે. રિઝર્વ બેંકોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મીના હેમચંદ્રાએ સીઆઈઆઇ દ્વારા આયોજિત સાયબર સિક્યોરિટી સમિટમાં જણાવ્યું હતું કે, “બેન્કિંગ વધુ ટેકનોલૉજીથી આગળ વધી રહ્યું છે. બોર્ડ સ્તર પર આઇટીની કુશળતા આવશ્યક બની રહી છે.” 

હેમચંદ્રાએ જણાવ્યું હતું કે ઓપરેટીંગની સરળતા અને સાયબર સિક્યોરિટીની વચ્ચે વેપાર-વિનિમયની નીતિને ધ્યાનમાં રાખીને જોવામાં આવે છે. હાલમાં બેન્કો, આરબીઆઈ અને સીએસઓ ફોરમ સહિત વિવિધ સ્ત્રોતોમાંથી થ્રેટ અંગેની માહિતી મેળવી રહ્યા છે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું હતું કે બેન્કોને સાયબર સુરક્ષા થ્રેટના કોઈ પણ ઉલ્લંઘનને તાત્કાલિક સત્તાધિકારીઓ અને નિયમનકર્તાઓને જાણ કરવું જરૂરી રહેશે કારણ કે તે માહિતી આવા હુમલાઓથી અન્ય લોકોને બચાવી શકે છે.