Not Set/ માસ્કની મોકાણ/  અમદાવાદમાં માસ્ક નહીં પહેરનારા સાવધાન, 949 લોકો દંડાયા…

દેેશ -દુનિયામાં કોરોના બેકાબૂ જોવામાં આવી રહ્યો છે. સંક્રમણ દિવસે અને દિવસે વધી રહ્યું છે અને લોકોમાં ભય અત્યંત ફેલાયેલો જોવામાં આવી રહ્યો છે. કોરોનાનાં સંપર્કથી ફેલાય છે અને માટે જ કોરોનાની લડાઇ લડવા માટે કોરોના માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે અને તેનુ સુસ્ત પાલન કરવાની સુચના પણ આપવામાં આવી છે. પરંતુ જો સુચનાથી જ […]

Ahmedabad Gujarat
36e10fe439b705a3bd4a6c2290b663d5 માસ્કની મોકાણ/  અમદાવાદમાં માસ્ક નહીં પહેરનારા સાવધાન, 949 લોકો દંડાયા...
36e10fe439b705a3bd4a6c2290b663d5 માસ્કની મોકાણ/  અમદાવાદમાં માસ્ક નહીં પહેરનારા સાવધાન, 949 લોકો દંડાયા...

દેેશ -દુનિયામાં કોરોના બેકાબૂ જોવામાં આવી રહ્યો છે. સંક્રમણ દિવસે અને દિવસે વધી રહ્યું છે અને લોકોમાં ભય અત્યંત ફેલાયેલો જોવામાં આવી રહ્યો છે. કોરોનાનાં સંપર્કથી ફેલાય છે અને માટે જ કોરોનાની લડાઇ લડવા માટે કોરોના માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે અને તેનુ સુસ્ત પાલન કરવાની સુચના પણ આપવામાં આવી છે. પરંતુ જો સુચનાથી જ લોકો પાલન કરતા હોત તો દંડ અને દેખરેખની જરુરી ન હોત. વિદિત છે કે આવુ બીલકુલ નથી અને માટે જ માસ્ક ન પહેરનાર સાવધાન થઇ જજો…

જી હા, અમદાવાદમાં માસ્ક નહીં પહેરનારા સાવધાન થઇ જજો, અમદાવાદમાં શુક્રવારનાં એક દિવસમાં 949 લોકોને દંડ કરાયો હતો. તંત્ર દ્વારા 949 લોકો પાસેથી કોરોના માર્ગદર્શકીનાં ઉલ્લંધન બદલ 4,75,500 રૂપિયાનો દંડ વસુલાયો છે.

ઉલ્લેખનીય છે કે, AMC કોરોનાનાં કારણે અનેક જગ્યાઓ પર ટીમ બનાવી આ મામલે ચેકીંગ કરી રહી છે, ત્યારે સ્ટીચમેન ફેકટરીનાં કર્મીઓએ માસ્ક નહોતા પહેર્યા અને માટે જ માસ્ક ન પહેરતાં કુલ રૂ.50 હજારનાં દંડની વસૂલાત કરવામાં આવી હતી. બોડકદેવની ટ્રેડબુલ્સને રૂ.21 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જયોતિ ઇન્ફ્રાટેકને રૂ.10 હજારનો દંડ કરવામાં આવ્યો, કન્સેપ્ટ હ્યુન્ડાઇને રૂ.5 હજારને પેનલ્ટી કરાઇ હતી. સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 1.47 લાખનો દંડ વસુલાયો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews