Not Set/ રેસીપી/ ઉનાળાની ઋતુમાં આ રીતે ઘરે બનાવો ટેસ્ટી કેરીનું શાક

 સામગ્રી કાચી કેરી 1 કપ સમારેલો ગોળ 1/2 કપ લાલ મરચુ 3-4 ચમચી રાઈ 1/2 ચમચી કઢી લીમડો 9-10 છીણેલુ નારિયળ 1/2 કપ લીલા ધાણા 4-5 મીઠુ સ્વાદમુજબ.  બનાવવાની રીત કાચી કેરીનુ શાક બનવવા માટે સૌ પહેલા એક વાડકામાં પાણી ભરી લો. પછી તેમા સમારેલી કાચી કેરીના ટુકડા નાખો. હવે તેને ગેસ પર ત્યા સુધી […]

Lifestyle
8eac39eb6e5f87e49f1b6dbaa0b251d9 રેસીપી/ ઉનાળાની ઋતુમાં આ રીતે ઘરે બનાવો ટેસ્ટી કેરીનું શાક

 સામગ્રી

કાચી કેરી 1 કપ

સમારેલો ગોળ 1/2 કપ

લાલ મરચુ 3-4 ચમચી

રાઈ 1/2 ચમચી

કઢી લીમડો 9-10

છીણેલુ નારિયળ 1/2 કપ

લીલા ધાણા 4-5

મીઠુ સ્વાદમુજબ.

 બનાવવાની રીત

કાચી કેરીનુ શાક બનવવા માટે સૌ પહેલા એક વાડકામાં પાણી ભરી લો. પછી તેમા સમારેલી કાચી કેરીના ટુકડા નાખો. હવે તેને ગેસ પર ત્યા સુધી ઉકાળો જ્યા સુધી કેરી બફાઈ ન જાય. હવે એક કટોરામાં પાણી લો અને ગોળ નાખીને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.

પેસ્ટ બનાવ્યા પછી તેને ગાળીને અલગ મુકી દો. હવે જોઈ લો કે ગેસ પર મુકેલી કેરી બફાય ગઈ છે કે નહી. જો બફાય જાય તો તેનુ પાણી નિતારી તેને અલગ મુકો અને મિક્સરના જારમાં નાખીને વાટી લો. ત્યારબાદ મિક્સરમાં લાલ મરચુ અને નારિયળની પણ પેસ્ટ બનાવી લો.

હવે એક પેનમાં થોડુ તેલ ગરમ કરીને તેમા રાઈ અને કઢી લીમડો નાખો. પછી તેમા ગોળવાળુ પાણી અને કેરીની પેસ્ટ નાખી ઉકાળો. તેમા એક કપ પાણી અને થોડુ મીઠુ નાખો.

પછી મરચુ અને નારિયળની પેસ્ટ નાખી ઉકાળી લો. તમારુ કાચી કેરીનુ શાક બનીને તૈયાર છે. તમે ખીચડી અને રોટલી સાથે ખાઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.