Not Set/ #Maharashtra/ રાજ્યનાં 1,140 પોલીસકર્મી કોરોના પોઝિટિવ, 10 લોકોનાં થયા મોત

મહારાષ્ટ્રમાં, કોરોના વાયરસ સામાન્ય નાગરિકો પર કહેર વરસાવી રહ્યો છે, પરંતુ કોરોના વાયરસ સંકટ દરમિયાન જનતાને મદદ કરતી પોલીસ આ વાયરસનો ભોગ બની રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1,140 પોલીસકર્મીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, જેમાં 120 પોલીસ અધિકારીઓ અને 1,020 અન્ય પોલીસ કર્મચારી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 10 […]

India
fbca55aa3401db6d722906a4dab7fe5b #Maharashtra/ રાજ્યનાં 1,140 પોલીસકર્મી કોરોના પોઝિટિવ, 10 લોકોનાં થયા મોત
fbca55aa3401db6d722906a4dab7fe5b #Maharashtra/ રાજ્યનાં 1,140 પોલીસકર્મી કોરોના પોઝિટિવ, 10 લોકોનાં થયા મોત

મહારાષ્ટ્રમાં, કોરોના વાયરસ સામાન્ય નાગરિકો પર કહેર વરસાવી રહ્યો છે, પરંતુ કોરોના વાયરસ સંકટ દરમિયાન જનતાને મદદ કરતી પોલીસ આ વાયરસનો ભોગ બની રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1,140 પોલીસકર્મીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, જેમાં 120 પોલીસ અધિકારીઓ અને 1,020 અન્ય પોલીસ કર્મચારી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 10 પોલીસકર્મીઓનાં મોત નીપજ્યાં છે.

મહારાષ્ટ્ર પોલીસનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં 1,140 પોલીસકર્મીઓને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. તેમાંથી 862 સક્રિય કેસ છે. 268 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 10 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 29,100 કેસ નોંધાયા છે. દેશભરમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વાયરસનાં કેસ છે, દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કોરોના વાયરસનાં ત્રીજા ભાગથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ, શનિવાર સવાર સુધી મહારાષ્ટ્રમાં 29,100 કોરોના વાયરસનાં કેસ નોંધાયા છે, દેશભરમાં અત્યાર સુધીમાં 85,940 કોરોના વાયરસનાં કેસ નોંધાયા છે.