Not Set/ #Relationship/ સેક્સ લાઇફનો દુશ્મન બની શકે છે સ્માર્ટફોન

આજનાં સમયમાં લગભગ કોઇ એવો વ્યક્તિ નહી હોય કે જે સ્માર્ટફોન ન ઉપયોગ કરતો હોય. આજે દરેકનાં હાથમાં સ્માર્ટફોન આવી ગયા છે. જે ઘણી બધી રીતે લોકોને મદદરૂપ થઇ રહ્યા છે પરંતુ તેના ઘણા નુકસાન પણ છે. સૌથી પહેલા તો આ તમારી સેક્સ લાઇફ પર મોટચી અસર કરી શકે છે. સેક્સ લાઇફ અને સ્માર્ટફોનનાં ઉપયોગ […]

Relationships
28ba6f3235d04dd3a2990d6e5532033b #Relationship/ સેક્સ લાઇફનો દુશ્મન બની શકે છે સ્માર્ટફોન

આજનાં સમયમાં લગભગ કોઇ એવો વ્યક્તિ નહી હોય કે જે સ્માર્ટફોન ન ઉપયોગ કરતો હોય. આજે દરેકનાં હાથમાં સ્માર્ટફોન આવી ગયા છે. જે ઘણી બધી રીતે લોકોને મદદરૂપ થઇ રહ્યા છે પરંતુ તેના ઘણા નુકસાન પણ છે. સૌથી પહેલા તો આ તમારી સેક્સ લાઇફ પર મોટચી અસર કરી શકે છે. સેક્સ લાઇફ અને સ્માર્ટફોનનાં ઉપયોગ અંગે અત્યાર સુધીમાં ઘણા સંશોધન થયા છે. પરંતુ તાજેતરમાં જ બંનેને લઇને સાથે એક રિસર્ચમાં બહાર આવ્યું છે કે સ્માર્ટફોનનાં કારણે સેક્સ લાઇફ ખરાબ થઈ રહી છે. મોરોક્કોનાં કાસાબ્લાન્કામાં શેખ ખલીફા બેન ઝાયદ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી હોસ્પિટલનાં જાતીય (સેક્સ) આરોગ્ય વિભાગ દ્વારા આ વાતનો ખુલાસો થયો છે.

4054aaadb1a6e054e42f3b8f955cee10 #Relationship/ સેક્સ લાઇફનો દુશ્મન બની શકે છે સ્માર્ટફોન

સંશોધનમાં, લગભગ 60 ટકા લોકોએ સ્માર્ટફોનને કારણે તેમની સેક્સ લાઇફમાં સમસ્યાઓ આવી હોવાનુ સ્વીકાર્યુ છે. મોરોક્કો વર્લ્ડ ન્યૂઝનાં અહેવાલમાં એક વૈજ્ઞાનિક અધ્યયનને ટાંકીને કહ્યું છે કે, તમામ 600 સહભાગીઓ પાસે સ્માર્ટફોન હતા અને તેમાંથી 92 ટકા લોકોએ રાત્રે તેનો ઉપયોગ કરવાની કબૂલાત કરી છે. આમાંથી માત્ર 18 ટકા લોકોએ તેમના ફોનને બેડરૂમમાં ફ્લાઇટ મોડમાં રાખવાની વત કહી હતી. સંશોધન મુજબ, સ્માર્ટફોનની 20 થી 45 વર્ષની વયનાં લોકો પર નકારાત્મક અસર પડી હતી, 60 ટકા લોકોએ એમ કહ્યું હતું કે ફોને તેમની જાતીય ક્ષમતાને ઘણી રીતે પ્રભાવિત કરી છે.

92cc24ff35e39c179746e409e3704e53 #Relationship/ સેક્સ લાઇફનો દુશ્મન બની શકે છે સ્માર્ટફોન

યુએસની કંપની શ્યોરકોલ દ્વારા કરાયેલા એક સર્વે અનુસાર, લગભગ ત્રણ-ચતુર્થાંશ લોકો માને છે કે તેઓ રાત્રે પથારીમાં અથવા નજીકમાં સ્માર્ટફોન રાખીને સૂઈ જાય છે. તેમણે એમ પણ માન્યું હતું કે સ્માર્ટફોન નજીકમાં ન આવે ત્યાં સુધી તેમને ઉંઘ આવતી નથી. તેમણે સ્માર્ટફોનથી દૂર રહેતી વખતે ડર અથવા બેચેન થવાની લાગણી વિશે વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.