Not Set/ જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જેવા આતંકી હુમલાને પુનરાવર્તિત કરવાનું કાવતરું નિષ્ફળ

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લામાં ફરી એકવાર સુરક્ષાદળો પર કારમાં આઈઈડી ભરીને હુમલો કરવાની મોટું કાવતરું કરવામાં આવ્યુ હતુ, જે હવે નિષ્ફળ કરવામાં આવ્યું છે. પુલવામાનાં આઈનગુંડ વિસ્તારમાં સુરક્ષા દળોએ સેન્ટ્રો કારમાં આઈઈડીને લઇને જઇ રહેલાને ઝડપી લીધા છે. જે વાહનમાં આ આઈઈડી મળી છે તે નંબર પ્લેટ પર કઠુઆનો નંબર લખેલો છે. જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે પુલવામા જેવા […]

India
5b7fd5d740f5e5398144370f6b597485 2 જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જેવા આતંકી હુમલાને પુનરાવર્તિત કરવાનું કાવતરું નિષ્ફળ
5b7fd5d740f5e5398144370f6b597485 2 જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જેવા આતંકી હુમલાને પુનરાવર્તિત કરવાનું કાવતરું નિષ્ફળ

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લામાં ફરી એકવાર સુરક્ષાદળો પર કારમાં આઈઈડી ભરીને હુમલો કરવાની મોટું કાવતરું કરવામાં આવ્યુ હતુ, જે હવે નિષ્ફળ કરવામાં આવ્યું છે. પુલવામાનાં આઈનગુંડ વિસ્તારમાં સુરક્ષા દળોએ સેન્ટ્રો કારમાં આઈઈડીને લઇને જઇ રહેલાને ઝડપી લીધા છે. જે વાહનમાં આ આઈઈડી મળી છે તે નંબર પ્લેટ પર કઠુઆનો નંબર લખેલો છે.

જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે પુલવામા જેવા આતંકી હુમલાનાં કાવતરાને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. અહીં પુલવામા નજીક સેન્ટ્રો કારમાં આઈઈડી પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો, જેને સમયસર ઓળખી લેવામાં આવ્યો. બોમ્બ ડિસ્પોઝલની ટુકડીએ આ બોમ્બને સમયસર નિષ્ફળ બનાવ્યો હતો. પુલવામા પોલીસ, સીઆરપીએફ અને આર્મીએ સાથે મળીને કાર્યવાહી કરતાં આ વાહનની ઓળખ કરી હતી અને તેમાં આઈઈડી હોવાનું શોધી કાઠ્યું હતું. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલની ટુકડી બોલાવવામાં આવી અને આખરે આ આઈઈડી બ્લાસ્ટને ટાળી દેવામાં આવ્યો.

આપને જણાવી દઇએ કે, કારને હિઝબુલ મુજાહિદ્દીનનાં આતંકવાદીએ ચલાવી રહ્યો હતો, જે શરૂઆતી ગોળીબાર પછી જ ભાગી ગયો હતો. આતંકી અંધારામાં ભાગી ગયો હતો. આ કેસ હવે એનઆઈએ ને સોંપવામાં આવી રહ્યો છે. પુલવામાનાં રજપુરા રોડ નજીક શાદીપુરા પાસે આ વાહન ઝડપાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.