Not Set/ એવુ તે શું બન્યુ કે બસપા સુપ્રીમો માયાવતીએ UP મુખ્યમંત્રીનાં કર્યા વખાણ

યુપીનાં આઝમગઢમાં દલિત યુવતીની છેડતી અને તેના પર હુમલો કરવા બદલ 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી પર બસપા સુપ્રીમો માયાવતીએ સીએમ યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, યુપીનાં મુખ્યમંત્રી દેર આયે દુરુસ્ત આયે, તે સારી વાત છે. બસપા સુપ્રિમો માયાવતીએ પ્રશંસાની સાથે CM યોગી આદિત્યનાથ પર તંજ કસતા કહ્યુ […]

India
e50902db6c6c0ee010d931a746bc8d40 એવુ તે શું બન્યુ કે બસપા સુપ્રીમો માયાવતીએ UP મુખ્યમંત્રીનાં કર્યા વખાણ
e50902db6c6c0ee010d931a746bc8d40 એવુ તે શું બન્યુ કે બસપા સુપ્રીમો માયાવતીએ UP મુખ્યમંત્રીનાં કર્યા વખાણ

યુપીનાં આઝમગઢમાં દલિત યુવતીની છેડતી અને તેના પર હુમલો કરવા બદલ 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી પર બસપા સુપ્રીમો માયાવતીએ સીએમ યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, યુપીનાં મુખ્યમંત્રી દેર આયે દુરુસ્ત આયે, તે સારી વાત છે.

બસપા સુપ્રિમો માયાવતીએ પ્રશંસાની સાથે CM યોગી આદિત્યનાથ પર તંજ કસતા કહ્યુ કે, બહેનો-બેટીનાં મામલામાં, આગળ કાર્યવાહી તાત્કાલિક અને સમયસર થવી જોઇએ તો તે વધુ સારું રહેશે. માયાવતીએ એક સાથે અનેક ટ્વિટ કર્યા છે. તેમાં તેમણે કહ્યું હતું કે યુપીમાં આઝમગઢ, કાનપુર અથવા અન્ય કોઈ જિલ્લામાં  ખાસ કરીને દલિત બહેન-બેટીની સાથે થયેલ ઉત્પીડનનો મામલો હોય કે પછી અન્ય કોઇ પણ જાતિ કે ધર્મની બહેન-બેટીની સાથે થયેલ ઉત્પીડનનો મામલો હોય, તેની જેટલી પણ નિંદા કરવામાં આવે તે ઓછી છે.

બીએસપી સુપ્રીમોએ અન્ય એક ટ્વિટમાં કહ્યું, ‘સાથે જ ભલે તેના દોશી કોઇ પણ ધર્મ, જાતિ કે પાર્તીનાં મોટાથી મોટા નેતા કે કેટલા પણ પ્રભાવશાળી વ્યક્તિ કેમ ન હોય, તેમની વિરુદ્ધ તાત્કાલિક અને કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. બસપાનું આ કહેવુ અને સલાહ છે. બીએસપી સુપ્રીમોએ એક અન્ય ટ્વિટમાં કહ્યું, ‘યુપીનાં મુખ્યમંત્રી ખાસ કરીને તાજેતરમાં આઝમગઢમાં દલિત બેટીની છેડતીનાં કેસમાં પગલા ભરવામાં દેર આયે દુરુસ્ત આયે, તે સારી વાત છે પરંતુ બહેનો-બેટીઓનાં મામલામાં કાર્યવાહી જો તાત્કાલિક અને સમયસર થવી જોઈએ, તો તે વધુ સારું રહે.

આપને જણાવી દઈએ કે આઝમગઢ જિલ્લાનાં મહારાજગંજ કોતવાલી વિસ્તારનાં સિકંદરપુર આઈમા ગામમાં યુવતીઓની છેડતી કર્યા બાદ પોલીસે દલિત સમાજની વસાહત પર હુમલો કરવાના કેસમાં પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષકે મહારાજગંજ કોતવાલીનાં કોતવાલને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે સાત ફરાર આરોપીઓ પર 25 હજારનું ઇનામ જાહેર કરાયું છે. પોલીસની ચાર ટીમો ફરાર આરોપીનાં સંભવિત લક્ષ્યોની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.