Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં 15 હજારથી વધુ કેસ નોંધાયા

દેશમાં કોરોના વાયરસનાં કુલ કેસો ચાર લાખને વટાવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 15 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જો કે, આ સમયગાળા દરમિયાન કોરોના તપાસની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોવિડ-19 થી સંક્રમિતોની કુલ સંખ્યા 4,10,461 પર પહોંચી ગઈ છે. છેલ્લા એક દિવસમાં, […]

India
74a25c15b2164924f2d9eb248491f741 #CoronaUpdateIndia/ દેશમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં 15 હજારથી વધુ કેસ નોંધાયા
74a25c15b2164924f2d9eb248491f741 #CoronaUpdateIndia/ દેશમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં 15 હજારથી વધુ કેસ નોંધાયા

દેશમાં કોરોના વાયરસનાં કુલ કેસો ચાર લાખને વટાવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 15 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જો કે, આ સમયગાળા દરમિયાન કોરોના તપાસની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે.

રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોવિડ-19 થી સંક્રમિતોની કુલ સંખ્યા 4,10,461 પર પહોંચી ગઈ છે. છેલ્લા એક દિવસમાં, 15,413 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 1,69,451 સક્રિય દર્દીઓ છે અને 2,27,756 લોકો ઠીક થયા છે. વળી, મૃત્યુની સંખ્યા વધીને 13,254 થઈ ગઈ છે.

છેલ્લા કેટલાક દિવસોમાં, કોરોનાની તપાસની ગતિ પણ વધી છે. છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં 1,90,730 લોકોની તપાસ કરવામાં આવી છે. આ સંખ્યા તેના એક દિવસ પહેલા 1,89,869 હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.