Not Set/ કાનપુર બાલિકા સંરક્ષણ ગૃહ મામલે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી રાજ્ય સરકારને યાદ અપાવ્યો મુઝફ્ફરપુરનો કેસ

ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં આવેલા સરકારી બાલિકા ગૃહમાં કોરોના વાયરસ ફેલાયો છે, અહી લગભગ 57 યુવતીઓને કોરોના વાયરસ થયો છે. જે બાદ જિલ્લા વહીવટી તંત્રમાં હલચલ મચી ગઈ છે, સાથે જ અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મુદ્દે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે અને તેને ઘોર બેદરકારી ગણાવી […]

India
4e29b517e4efa56869f0bf151f9871f0 કાનપુર બાલિકા સંરક્ષણ ગૃહ મામલે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી રાજ્ય સરકારને યાદ અપાવ્યો મુઝફ્ફરપુરનો કેસ
4e29b517e4efa56869f0bf151f9871f0 કાનપુર બાલિકા સંરક્ષણ ગૃહ મામલે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી રાજ્ય સરકારને યાદ અપાવ્યો મુઝફ્ફરપુરનો કેસ

ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં આવેલા સરકારી બાલિકા ગૃહમાં કોરોના વાયરસ ફેલાયો છે, અહી લગભગ 57 યુવતીઓને કોરોના વાયરસ થયો છે. જે બાદ જિલ્લા વહીવટી તંત્રમાં હલચલ મચી ગઈ છે, સાથે જ અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મુદ્દે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે અને તેને ઘોર બેદરકારી ગણાવી છે.

રવિવારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે લખ્યું કે, ‘કાનપુરનાં સરકારી બાલિકા સંરક્ષણ ગૃહમાં 57 છોકરીઓની કોરોના તપાસ કર્યા પછી એક તથ્ય સામે આવ્યું કે 2 છોકરીઓ ગર્ભવતી અને એકને એડ્સ પોઝિટિવ હોવાનું જણાયું છે. પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે, મુઝફ્ફરપુર (બિહાર) માં બાળકીની સમગ્ર વાર્તા દેશની સામે છે. યુપીનાં દેવરિયાથી આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આવી સ્થિતિમાં આવી ઘટના ફરીથી બતાવે છે કે તપાસનાં નામે બધુ દબાવવામાં આવ્યું છે, પરંતુ સરકારી બાલિકા સંરક્ષણ ગૃહમાં ખૂબ જ અમાનવીય ઘટનાઓ બની રહી છે.

આપને જણાવી દઇએ કે, જ્યારે છોકરીઓમાં કોરોના વાયરસનાં કેસ સામે આવ્યા છે ત્યારે કેટલીક ચોંકાવનારી બાબતો પણ જાણવા મળી હતી. અહીં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 7 છોકરીઓ ગર્ભવતી છે, જેમાંથી કેટલીક છોકરીઓને કોરોના વાયરસ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.