Not Set/ રાહુલ અને સોનિયા ગાંધી વિરુદ્ધ SC માં અરજી દાખલ, ચીન સાથે થયેલા કરાર પર તપાસની માંગ

ચીનની સત્તાધારી પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના એટલે કે સીપીસીની સાથે કોંગ્રેસ પાર્ટીનાં 2008 માં થયેલા કરારનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી કરવામાં આવી હતી, જેમાં સીપીસી સાથે કોંગ્રેસ પાર્ટીનાં કરારને જાહેર ન કરવાનો મુદ્દો ઉઠાવતા તે કરારની એનઆઈએ અથવા સીબીઆઈથી તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ […]

India
d2f1531a4d76f549e4bfa2e32fad6ed0 રાહુલ અને સોનિયા ગાંધી વિરુદ્ધ SC માં અરજી દાખલ, ચીન સાથે થયેલા કરાર પર તપાસની માંગ
d2f1531a4d76f549e4bfa2e32fad6ed0 રાહુલ અને સોનિયા ગાંધી વિરુદ્ધ SC માં અરજી દાખલ, ચીન સાથે થયેલા કરાર પર તપાસની માંગ

ચીનની સત્તાધારી પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના એટલે કે સીપીસીની સાથે કોંગ્રેસ પાર્ટીનાં 2008 માં થયેલા કરારનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી કરવામાં આવી હતી, જેમાં સીપીસી સાથે કોંગ્રેસ પાર્ટીનાં કરારને જાહેર ન કરવાનો મુદ્દો ઉઠાવતા તે કરારની એનઆઈએ અથવા સીબીઆઈથી તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ અરજીમાં કોંગ્રેસ અને સીપીસી વચ્ચે થયેલા કરારની વાસ્તવિકતાની તપાસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ને નિર્દેશ આપવા માંગ કરવામાં આવી છે, જેમાં ઉચ્ચ-સ્તરની માહિતી અને સહયોગની આપ-લે પર સહમતી બની હતી. અરજદાર શશાંક શેખર ઝા અને સેવિયો રોડ્રિગ્સે કોંગ્રેસ અને સીપીસી વચ્ચેનાં કરારની વિગતવાર વિગતો જાહેર કરવા માગતા બંધારણની કલમ 32 હેઠળ આ જાહેર હિતની અરજી કરી છે. શશાંક શેખર ઝા વ્યવસાયે વકીલ છે, જ્યારે રોડ્રિગ્સ ગોવા ક્રોનિકલનાં મુખ્ય સંપાદક છે.

અરજદારોએ કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્ર સરકારને પ્રતિવાદી તરીકે નામ આપ્યું છે. આ અરજદારોએ કોર્ટને આ કેસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ એનઆઈએને તપાસનાં નિર્દેશ આપવા જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.