Not Set/ અમદાવાદ/ LCB કોન્સ્ટેબલ પાસેથી મળી આવી અધધધ અપ્રમાણસર મિલકત

લાંચ લેતા ઝડપાયેલા અમદાવાદ ગ્રામ્ય LCBના કોન્સ્ટેબલ પાસેથી મળી 85 લાખની અપ્રમાણસર મિલકત, મિલકતો અંગે તપાસ કરતા LCB પણ ચોંકી ઉઠી છે. વિરમગામના માંડલમાં લાંચ કેસમાં ઝડપાયેલા LCBના કોન્સ્ટેબલ જગદીશ ચાવડા પાસેથી પાસેથી ACBને 84.67 લાખની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. આ મામલે કોન્સ્ટેબલની મિલકતો અંગે તપાસ કરતા LCB પણ ચોંકી ઉઠી હતી. સામાન્ય કોન્સ્ટેબલ […]

Ahmedabad Gujarat
6b9ccbc21f92c46a9ff1154ce559c7a6 અમદાવાદ/ LCB કોન્સ્ટેબલ પાસેથી મળી આવી અધધધ અપ્રમાણસર મિલકત
6b9ccbc21f92c46a9ff1154ce559c7a6 અમદાવાદ/ LCB કોન્સ્ટેબલ પાસેથી મળી આવી અધધધ અપ્રમાણસર મિલકત

લાંચ લેતા ઝડપાયેલા અમદાવાદ ગ્રામ્ય LCBના કોન્સ્ટેબલ પાસેથી મળી 85 લાખની અપ્રમાણસર મિલકત, મિલકતો અંગે તપાસ કરતા LCB પણ ચોંકી ઉઠી છે. વિરમગામના માંડલમાં લાંચ કેસમાં ઝડપાયેલા LCBના કોન્સ્ટેબલ જગદીશ ચાવડા પાસેથી પાસેથી ACBને 84.67 લાખની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.

આ મામલે કોન્સ્ટેબલની મિલકતો અંગે તપાસ કરતા LCB પણ ચોંકી ઉઠી હતી. સામાન્ય કોન્સ્ટેબલ પાસેથી વૈભવી એવી  જીપ કમ્પાસ કાર અને વર્ના કાર મળી આવી હતી જેની કિંમત 34 લાખ જેટલી થવાજાઈ રહી છે. તો  LCBને તપાસ દરમ્યાન બેક એકાઉન્ટમાંથી રોકડ, બે મકાન, બે ગાડી મળી કુલ રૂ. 84.67 લાખની મિલકત મળી આવતા જગદીશ ચાવડા સામે અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.

લાંચ કેસમાં ધરપકડ બાદ LCBએ વસાવેલી મિલકત અંગે તપાસ કરતા કાયદેસરની આવક કરતા 129.21 ટકા વધુ આવક મળી આવી હતી. જેમાં પોતાના, પત્ની અને પુત્રોના નામે બેન્ક ખાતાઓમાં 22 લાખની FD અને 15 લાખ બેલેન્સ મળી આવ્યું હતું. વેજલપુર બાજીગર સોસાયટીમાં 26 લાખનું ટેનામેન્ટ, મોરૈયા કેસર સીટીમાં 8 લાખનો ફ્લેટ તેમજ જીપ કમ્પાસ જેવી બે વૈભવી ગાડીઓ 34 લાખની કિંમતની મળી આવી હતી.

આ તમામ મિલકતો વસાવવા માટે 8 વર્ષના સમયગાળા દરમ્યાન 83.42 લાખની રકમ જુદા જુદા ખાતામાં જમા કરાવેલી છે. જેનો જગદીશ ચાવડા કે તેમની પત્ની ખુલાસો આપી શક્યા ન હતાં. LCBએ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

વિરમગામ તાલુકાના માંડલ ગામે લોકડાઉન દરમિયાન વરલી મટકાનો જુગાર ચલાવતો હોવાનું કહી અમદાવાદ ગ્રામ્ય એલસીબીના કોન્સ્ટેબલ જગદીશ ચાવડાએ રૂ. 40 હજારની લાંચની માંગ કરી હતી. જે મામલે અમદાવાદ એસીબીને જાણ કરવામાં આવતાં 8 જૂને એસીબીએ માંડલ ગામે છટકું ગોઠવી દશરથ ઠાકોર નામના ખાનગી વ્યક્તિને ઝડપી લીધો હતો જ્યારે આરોપી જગદીશ ચાવડા ફરાર હતા. ત્યારબાદ એસીબીએ જગદીશ ચાવડાની પણ અટકાયત કરી હતી.

ટ્રેપ બાદ જગદીશ ચાવડાનું એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં જગદીશની પત્નીએ ટ્રેપ થઈ તે દિવસે જ ખાતામાંથી રૂ.21 લાખની મોટી રકમ ઉપાડી હતી. આટલા બધા પૈસા તેના એકાઉન્ટમાં કેવી રીતે આવ્યા તે અંગે સવાલ ઉભો થયો હતો. બાદમાં LCBએ સઘન તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.