Not Set/ PM મોદીએ લદ્દાખમાં જવાનોને કહ્યુ, તમારો મુકાબલો કોઇ કરી શકે નહી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અચાનક લદ્દાખ પહોંચ્યા ત્યારે સુરક્ષા નિષ્ણાતો આશ્ચર્યચકિત થવાની સાથે દુશ્મન ચીન પણ ખૂબ ચોંકી ગયું છે. ચીનની તરફથી, પીએમ મોદીનાં આ અચાનક પ્રવાસ અંગે પ્રતિક્રિયા આપવામાં જરા પણ મોડુ ન થયુ. ચીનનાં વિદેશ મંત્રાલયે પીએમ મોદીની લદ્દાખ મુલાકાત અંગે ટિપ્પણી કરી છે. વડા પ્રધાન મોદીએ અહીંની સુરક્ષા વ્યવસ્થાઓ પર નજર […]

India
eb4c023a4841a4b46a5f0125b1e9d06f PM મોદીએ લદ્દાખમાં જવાનોને કહ્યુ, તમારો મુકાબલો કોઇ કરી શકે નહી
eb4c023a4841a4b46a5f0125b1e9d06f PM મોદીએ લદ્દાખમાં જવાનોને કહ્યુ, તમારો મુકાબલો કોઇ કરી શકે નહી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અચાનક લદ્દાખ પહોંચ્યા ત્યારે સુરક્ષા નિષ્ણાતો આશ્ચર્યચકિત થવાની સાથે દુશ્મન ચીન પણ ખૂબ ચોંકી ગયું છે. ચીનની તરફથી, પીએમ મોદીનાં આ અચાનક પ્રવાસ અંગે પ્રતિક્રિયા આપવામાં જરા પણ મોડુ ન થયુ. ચીનનાં વિદેશ મંત્રાલયે પીએમ મોદીની લદ્દાખ મુલાકાત અંગે ટિપ્પણી કરી છે. વડા પ્રધાન મોદીએ અહીંની સુરક્ષા વ્યવસ્થાઓ પર નજર કરી છે.

ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લિજિયાનની પીએમ મોદીની લદ્દાખ મુલાકાત અંગે કડક નિવેદન આપ્યું છે. લિજિયાને કહ્યું, “આ સમયે ભારત અને ચીન સંપર્કમાં છે, લશ્કરી અને રાજદ્વારી ચેનલો દ્વારા તણાવ ઘટાડવા માટે વાટાઘાટો ચાલુ છે.” કોઈ પણ પક્ષે એવું કોઈ પગલું ભરવું જોઈએ નહીં કે જે આ પ્રસંગે તણાવ વધારશે.

આ વચ્ચે પીએમ મોદી લેહ પહોંચ્યા જ્યા તેમણે સૈનિકોને કહ્યું – તમારી હિંમત, પરાક્રમ અને માતા ભારતીની રક્ષા માટે તમારું સમર્પણ અતુલ્ય છે. તમારી લાઇવલીટી વિશ્વમાં કોઈનાથી પણ ઓછુ નથી. જેટલી ઉંચાઇ પર તમે માતા ભારતીની ઢાલ બનીને રક્ષા કરો છો, તેનો મુકાબલો દુનિયામાં કોઇ કરી શકે નહી. તમારુ સાહસ તે ઉંચાઇથી પણ ઉંચુ છે જ્યા તમે તૈનાત છો. તમારો નિશ્ચય તે ખીણથી પણ મજબૂત છે જેને તમે રોજ પગલાથી માપો છો. તમારી ઇચ્છાશક્તિ પર્વતો જેટલી મજબૂત છે. આજે તમારી વચ્ચે આવીને હુ તેની અનુભૂતિ કરું છું. મારી નજરે જોઇ રહ્યો છુ. જ્યારે દેશની રક્ષા તમારા હાથોમાં છે, તમારા મજબૂત ઇરાદામાં છે તો એક અવિરત વિશ્વાસ છે અને તે મને જ નહી પણ સમગ્ર દેશને અતૂટ વિશ્વાસ છે અને દેશ નિશ્ચિત છે. જ્યારે તમે સીમા પર ઉભા રહો છો, ત્યારે દરેક દેશવાસીને દિવસ-રાત દેશ માટે કામ કરવા માટે પ્રેરણા મળે છે.