Not Set/ કાનપુર એન્કાઉન્ટર પર ચિદમ્બરમે ઉઠાવ્યો સવાલ, સૂર્યાસ્ત બાદ ગુનેગારનાં ગઢમાં કેમ ગઇ હતી પોલીસ

ઉત્તરપ્રદેશનાં કાનપુરમાં ગુનેગારને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કરીને આઠ પોલીસ જવાનોની હત્યાનાં મામલાએ હવે રાજકીય રંગ લેવાનું શરૂ કરી દીધુ છે. આ માટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમે યુપીની યોગી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. ચિદમ્બરમે સૂરજ ડૂબ્યા બાદ ખતરનાક ગુનેગારને પકડવાનાં નિર્ણય અંગે પણ સવાલો ઉભા કર્યા છે. તેમણે […]

India
0f1c9bbf8240f4e89bb6a2e80e0890f3 કાનપુર એન્કાઉન્ટર પર ચિદમ્બરમે ઉઠાવ્યો સવાલ, સૂર્યાસ્ત બાદ ગુનેગારનાં ગઢમાં કેમ ગઇ હતી પોલીસ
0f1c9bbf8240f4e89bb6a2e80e0890f3 કાનપુર એન્કાઉન્ટર પર ચિદમ્બરમે ઉઠાવ્યો સવાલ, સૂર્યાસ્ત બાદ ગુનેગારનાં ગઢમાં કેમ ગઇ હતી પોલીસ

ઉત્તરપ્રદેશનાં કાનપુરમાં ગુનેગારને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કરીને આઠ પોલીસ જવાનોની હત્યાનાં મામલાએ હવે રાજકીય રંગ લેવાનું શરૂ કરી દીધુ છે. આ માટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમે યુપીની યોગી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.

ચિદમ્બરમે સૂરજ ડૂબ્યા બાદ ખતરનાક ગુનેગારને પકડવાનાં નિર્ણય અંગે પણ સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું છે કે, તાલીમ પામેલી પોલીસ ટીમ સૂર્યાસ્ત પછી કુખ્યાત ગુનેગારનાં ક્ષેત્રની મુલાકાત લેવાનું નક્કી કરશે તેવું માનવું મુશ્કેલ છે, દુર્ઘટનાની આગાહી નક્કી હતી. તેમણે લખ્યું, ‘યુપી તમામ બાબતોમાં ખૂબ પછાત છે, તેથી ઉત્તર પ્રદેશની સરકારે શરમથી માથું નમાવવું જોઈએ, ઉત્તર પ્રદેશમાં ભાજપ કોંગ્રેસને દોષી ઠેરવી શકે નહીં, કેમ કે 30 વર્ષ પહેલા 1985-89 સુધી જ કોંગ્રેસ અહીં સત્તામાં હતી. તે તો વિચારતા હશે કે કોને દોષી ઠેરવવા જોઇએ?