Not Set/ CAA-NRC/ પ્રદર્શનકારીઓએ ઈન્ડિયા ગેટ પર નાગરિકતાનો પુરાવો નહી બતાવવાની પ્રતિજ્ઞા લીધી

નાગરિકતા સુધારણા અધિનિયમ એટલે કે સીએએ ને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. બુધવારે રાજધાની દિલ્હીનાં ઈન્ડિયા ગેટ પર વિવિધ યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. આ દરમિયાન તેમણે સીએએ વિરુદ્ધ સામૂહિક શપથ લીધા, સાથે જ બંધારણની પ્રસ્તાવના પણ વાંચી. દરમિયાન, વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓએ ‘કાગળ નહીં બતાવીએ’ અને ‘તાનાશાહી નહીં ચાલે’ જેવા સુત્રોચ્ચાર […]

Top Stories India
in 1577900245 CAA-NRC/ પ્રદર્શનકારીઓએ ઈન્ડિયા ગેટ પર નાગરિકતાનો પુરાવો નહી બતાવવાની પ્રતિજ્ઞા લીધી

નાગરિકતા સુધારણા અધિનિયમ એટલે કે સીએએ ને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. બુધવારે રાજધાની દિલ્હીનાં ઈન્ડિયા ગેટ પર વિવિધ યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. આ દરમિયાન તેમણે સીએએ વિરુદ્ધ સામૂહિક શપથ લીધા, સાથે જ બંધારણની પ્રસ્તાવના પણ વાંચી. દરમિયાન, વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓએ ‘કાગળ નહીં બતાવીએ’ અને ‘તાનાશાહી નહીં ચાલે’ જેવા સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

ઉલ્લખનીય છે કે, દેશનાં જુદા જુદા ભાગોમાં સીએએ અને એનઆરસીનો વિરોધ થઈ રહ્યો છે. લોકો પોતાની વાતોને રસ્તા પરથી લઈને સોશિયલ મીડિયા સુધી લઈ જઇ રહ્યા છે. સીએએ અને એનસીઆર વિરુદ્ધ દિલ્હીનાં ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ છેલ્લા ઘણા દિવસોથી ઈન્ડિયા ગેટ પર સીએએનો વિરોધ કરી રહ્યા હતા. બુધવારે આવું જ દૃશ્ય જોવા મળ્યું હતું, આ દરમિયાન વિરોધીઓએ સુત્રોચ્ચાર કર્યા હતા અને સામૂહિક સંકલ્પ પણ લીધો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓએ શપથમાં જણાવ્યું હતું કે, અમે ભારતનાં યુવાનો એનઆરસી, સીએએ અને એનપીઆરનાં અમલીકરણ વિરુદ્ધ સરકાર સામે લડવાની પ્રતિજ્ઞા લઇએ છીએ.

પ્રદર્શનકારીઓએ પોતાના શપથમાં વધુમાં જણાવ્યું હતું કે, સીએએ-એનપીઆર-એનઆરસીને ભારતનાં સામાન્ય લોકો, ખાસ કરીને ગરીબ, લઘુમતીઓ અને અન્ય લોકોને નાગરિકતાથી પરેશાન કરવા, નિશાનો બનાવવા અને વંચિત કરવા લાવવામાં આવી રહ્યો છે. દરમિયાન, પ્રદર્શનકર્તાઓએ પણ તેમની નાગરિકતા સાબિત કરવા સરકારને કોઈ દસ્તાવેજો નહીં બતાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. વિરોધ કરનારાઓએ ભારત વિરોધી અને બંધારણ વિરોધી તાકતો સામે લડવાનો પ્રણ લીધો હતો અને દેશવાસીઓને દસ્તાવેજો નહીં બતાવવા માટે સમજાવવાનો સંકલ્પ પણ કર્યો છે.

બીજી તરફ, દિલ્હીનાં જામિયા નગરમાં, બુધવારે સાંજે જામિયા મીલીયા ઇસ્લામીયાની એલ્યુમની એસોસિએશનએ સીએએ અને એનઆરસી વિરુદ્ધ કેન્ડલ માર્ચ કાઢીને આ કાયદાનો વિરોધ કર્યો હતો. દિલ્હીનાં શાહીન બાગ વિસ્તારમાં યુવાનોએ નવા વર્ષને આવકારવા પાર્ટીમાં જવાને બદલે રાષ્ટ્રગીતની પસંદગી કરી હતી. યુવાનો સહિત લગભગ તમામ ઉંમરનાં લોકોએ સીએએનો વિરોધ કરતા રાષ્ટ્રગીત ગાઇને નવું વર્ષ ઉજવ્યું હતુ. આ દરમિયાન કેટલાક લોકોનાં હાથમાં ત્રિરંગો પણ જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.