Gujarat Election/ પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજે પ્રચાર પડધમ શાંત,રાષ્ટ્રીય નેતાઓ અંતિમ દિવસે સભા ગજવશે

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગણતરીના કલાકો જ બાકિ છે ત્યારે તમામ પક્ષો પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી આજે તાબડતોડ રેલીઓ રોડ શો અને જાહેર સભા કરવામાં કામે લાગી ગયા છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
તબક્કાની
  • આજથી પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થશે
  • પ્રથમ તબક્કાના પ્રચારનો અંતિમ દિવસ
  • આજે સાંજે 5 કલાકે પ્રચાર થંભી જશે
  • અંતિમ દિવસ ઉમેદવારો એડીચોટીનું લગાવશે જોર
  • પ્રચારના અંતિમ દિવસ સભાઓ ગજાવશે ઉમેદવારો
  • પ્રચાર હેતુ આવેલા ગુજરાત બહાર મોકલવા સાધન ચેકીંગ
  • રાજકીય પક્ષો દ્વારા થયો વેગવાન પ્રચાર
  • પ્રથમ તબક્કમાં 89 બેઠકો માટે યોજાશે મતદાન
  • 89 બેઠકો માટે યોજાનારા 1 ડિસે. માટે પ્રચાર શાંત
  • 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગણતરીના કલાકો જ બાકિ છે ત્યારે તમામ પક્ષો પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી આજે તાબડતોડ રેલીઓ રોડ શો અને જાહેર સભા કરવામાં કામે લાગી ગયા છે, આજે પહેલા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડધમ શાંત થવાના  છે. તેના લીધે તમામ રાજકિય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. આજે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓ જારે રેલીઓ સંબોધશે, ભાજપે તો રાજ્યમાં રાષ્ટ્રીય નેતાઓની ફૌજ ઉતારી દીધી છે. વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ છેલ્લા દિવસે સભા ગજવશે.

ઉલ્લેખની છે કે પહેલા તબક્કાના પ્રચાર શાંત થવાના હોવાથી કોંગ્રેસે પણ દિગ્ગજોને પણ ચૂંટણી પ્રચાર માટે ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ પણ તેના તમામ કદજાવર નેતાઓને પ્રચાર માટે સામેલ કર્યા છે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રોડ શો કરવાના છે.

પહેલા તબક્કાની ચૂંટણીના મતદાનને ગણતરીના કલાકો જ બાકિ રહ્યા છે,ત્યારે રાજકિય પાર્ટીઓ 89 બેઠકો માટે પોતાની રણનીતિ પર કામ કરી રહી છે. હાલ ડોર ટુ ડોર સહિત જાહેર સભા સંભોધી રહ્યો છે. રહેલી ડિસેમ્બરે મતદાન યોજાશે .દક્ષિણ ગુજરાત,સૈારાષ્ટ સહિત કચ્છમાં મતદાન થવાનું છે.

મોટા સમાચાર/જૂનાગઢમાં લઠ્ઠાકાંડની આશંકા વચ્ચે બે લોકોના મોત, DYSP કાફલા સાથે સિવિલ હોસ્પિટલમાં

World/ચીનમાં જિનપિંગ સામે વિરોધનો અવાજ, એક વર્ષમાં 22 વખત લોકો રસ્તા પર આવ્યા