Not Set/ કોરોનામાં સોશિયલ મિડિયા એકલતાથી પીડાતા લોકોનો સહારો બની શકે છે ?

આ કપરા સમયમાં દુઃખ ભુલવા બધુ કરતા લોકોના ખુશ ચહેરા પાછળ એકલતાનો ચહેરો હોય છે

Others
social 1 કોરોનામાં સોશિયલ મિડિયા એકલતાથી પીડાતા લોકોનો સહારો બની શકે છે ?

આજના કોરોના કાળમાં જે ઘરમાં છે તે સાવ એકલા થઇ ગયા છે. વર્કફ્રોમ હોમ કરવા છતા અને સેફલી પરીવારની સાથે રહેતા લોકો પણ એકલતાથી પીડાય છે. આવી એકલતાથી દૂર થવા લોકો સોશીયલ મિડીયાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શુ..? સોશીયલ મિડીયા આવા એકલા લોકોનો સહારો બની શકે છે..? ના કારણ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્‌સએપ કે અન્ય સાઇટ પર વ્યસ્ત રહેતા લોકો અંદરથી એકલતા મહેસુસ કરતા હોય છે.

સાઇક્રાટીસ કહે છે..

સાઇક્રાટીસ ડો. આસુતોષ ચોક્સી કહે છે કે, “દરેક લોકો માત્ર પોતાની ખુશી વ્યકત કરવા કે મિત્રો સાથે સમય પસાર કરવા સોશીયલ મિડીયાનો વપરાશ નથી કરતા મારી પાસે એવા ઘણા કેસ આવે છે જે પોતાની એકલતાને દૂર કરવા આ માધ્યમનો સહારો લેતા હોય છે. વર્તમાનનો સમય ઘણો કપરો છે. જે હોમ કોરેનટાઇનમાંથી પસાર થયા છે તેવા લોકો ખાસ કરીને રાતોની રાત જાગી મોબાઇલનો વપરાશ વધુ કરે છે. સોશીયલ મિડીયા પર ફેસબુક ઓન રાખતા લોકો હકીકતમાં એકલતાથી પીડાતા હોય છે. બધાની વચ્ચે હોવા છતા તેમને મારૂ કોઇ નથી જેવી ભાવના થતી હોય છે..”

social 2 કોરોનામાં સોશિયલ મિડિયા એકલતાથી પીડાતા લોકોનો સહારો બની શકે છે ?

સોશીયલ મિડીયાના સહારે પણ નિરાશા જ મળતી.

મૈથલીનો વધુ પડતો સમય ફેસબુક અને વોટ્‌સએપ પર જ પસાર થતો. તેના પિતા કોરોનાના કારણે અચાનક મૃત્યુ પામ્યા તેનો તેને સૌથી વધારે આધાત લાગ્યો હતો. માતા હતા નહીં અને હવે પિતા પણ ના રહેતા તે સાવ ભાગી પડી. અને તે સોશીયલ મિડીયાના સહારે ચાલી ગઇ. મૈથલી આખો દિવસ ફોન લઇને બેસી જતી. તેની આ આદત દિન-પ્રતિદીન વધતી જતી હતી પરંતુ તે ખુશ રહેવાની જગ્યાએ વધુને વધુ દુઃખી થતી. ખુશ મિજાજી મૈથલીએ પિતાના જવાથી લાઇફ પર પુર્ણ વિરામ મુકી દીધો. પિતા સીવાય તેની પાસે દરેક ખુશીઓ હતી છતા પણ તે પોતાની જાતને એકલી સમજતી. અને આ એકલતાને દૂર કરવા તે સોશીયલ મિડીયાનો સહારો લેતી પરંતુ અંતે ત્યાં પણ તેને નિરાશા જ મળતી.

પોતાને હંમેશા એકલો અનુભવતો

સુખી સમુદ્ધ પરિવારનો એકનો એક દિકરો આકાશ યુવાનીમાં પગ મુકતાજ ગુંજનના પ્રેમમાં પડ્યો. પરંતુ આકાશ જેને પ્રેમ સમજતો હતો, તે થોડા સમયનો સાથ હતો. કોરોના સુનામીમાં આકાશ અને ગુંજનનો પ્રેમ પણ તણાઇ ગયો. ગુંજન કોરોનાનો કોળીયો બની ગઇ અને આકાશ એકલો રહી ગયો. તે દુઃખમાં ગરકાવ થઇ ગયો. અને સહારો લીધો સોશીયલ મિડીયાનો, ફેશબુક અને ઇન્સ્ટા પર પાગલ દિવાનાની શાયરીઓ સેર કરવા લાગ્યો એકલતાને દૂર કરવા દિવસનો વધુ સમય સોશીયલ મિડીયા પર જ પસાર કરતો છતા પણ તે હંમેશા એકલા હોવોનું અનુભવતો.

માર્ગી માર્ગ ભુલી ગઇ

પાંચ હજાર કરતા પણ વધુ મિત્રો માર્ગીના ફેસબુક પર હતા. ઇન્સ્ટા કરતા માત્ર ફેસબુકની દિવાની માર્ગી રોજ કઇને કઇ નવુ અપલોડ કર્યા કરતી. ક્યારેક પોતાના જુના ફોટા તો ક્યારેક સરસ મજાની કવિતાઓ તો ક્યારેક દિકરા-પતી સાથેની મજાની ક્ષણોના પીક્સ. બસ તે કોઇ પણ જગ્યાએ જાય તો પહેલા પોતાના મોબાઇલમાં ફોટા પાડતી. સોશીયલ મિડીયા પર આટલી બધી એક્ટીવ રહ્યા પછી પણ તે અંદરો અંદર રોજ રડ્યા કરતી. કારણ કે તે પોતે કોરોના જેવી મહામારીનો સામનો કરી માંડ બચી હતી, હવે તેને હંમેશા ડર રહેતો કે મને ફરી કોરોના થશે, અને હું મરી જઇશ. મારો દિકરો, પતી શુ કરશે..? તેવા વિચારોએ પોતે વધુ દુઃખી બનતી ગઇ. એકલતાને દૂર કરવાના દેવાના ચક્કરમાં માર્ગી ખુદ માર્ગ ભુલી બેઠી.

મૈથલી, માર્ગી, આકાશ જેવી અગણીત વ્યક્તિઓ છે જે સોશીયલ મિડીયાની નજરે ખુબજ ખુશ અને આનંદીત લાગતા હોય, તે માત્ર આ કપરા સમયમાં પોતાનું દુઃખ ભુલવા બધુ કરતા હોય છે. હકીકતમાં તેમના ખુશ ચહેરા પાછળ એકલતાનો ચહેરો છુપાયેલો હોય છે.