Not Set/ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પરિવાર સાથે લીધી તાજમહેલની મુલાકાત

ભારતની 7 દિવસની મુલાકાતે આવેલા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ રવિવારે વિશ્વની સાત અજાયબીઓમાંથી એક એવા આગ્રાના તાજમહેલની મુલાકત લીધી હતી. કેનેડીયન પીએમ જસ્ટિન ટ્રુડો પોતાના પરિવાર સાથે તાજમહેલની મુલાકતે આવ્યા હતા. જસ્ટિન ટ્રુડોએ તેમની પત્ની સોફી ગ્રેગોઇર અને તેમના ત્રણ બાળકો  ઇલાગ્રેસ, હૈડ્રી, ઝેવિયર, સાથે મળીને આગ્રાના તાજમહેલમાં આનંદ મેળવ્યો હતો. બીજી બાજુ સીએમ  યોગી આદિત્યનાથ રાજકીય વ્યસ્તતાના કારણે કેનેડાના પીએમ ના સ્વાગતમાં હાજર […]

India
PM Trudo કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પરિવાર સાથે લીધી તાજમહેલની મુલાકાત

ભારતની 7 દિવસની મુલાકાતે આવેલા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ રવિવારે વિશ્વની સાત અજાયબીઓમાંથી એક એવા આગ્રાના તાજમહેલની મુલાકત લીધી હતી. કેનેડીયન પીએમ જસ્ટિન ટ્રુડો પોતાના પરિવાર સાથે તાજમહેલની મુલાકતે આવ્યા હતા. જસ્ટિન ટ્રુડોએ તેમની પત્ની સોફી ગ્રેગોઇર અને તેમના ત્રણ બાળકો  ઇલાગ્રેસ, હૈડ્રી, ઝેવિયર, સાથે મળીને આગ્રાના તાજમહેલમાં આનંદ મેળવ્યો હતો. બીજી બાજુ સીએમ  યોગી આદિત્યનાથ રાજકીય વ્યસ્તતાના કારણે કેનેડાના પીએમ ના સ્વાગતમાં હાજર રહી શક્ય ન હતા.

આગ્રાનો તાજમહેલ પૂરી દુનિયાની સાત અજાયબીમાંથી એક છે. આ સમયે પીએમ જસ્ટિન ટ્રુડોએ અહીની વિઝિટર્સ બુકમાં નોંધ પણ કરી હતી. જસ્ટિન ટ્રુડોએ વિઝિટર્સ બુકમાં લખ્યું હતું કે “દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એકની શાનદાર મુલાકાત માટે ધન્યવાદ”.

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ હવાઈ મથકથી તાહજમહેલ પહોચ્યા હતા. બીજી બાજુ સ્થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તાજમહેલની મુલાકાતે વીઆઈપીના આગમનાના કારણે સામાન્ય લોકો માટે તાજમહેલ ૯:૪૦ થી ૧૧:૪૦ સુધી બંધ રખાયો હતો. અને રોડનો ટ્રાફિક પણ ડાયવર્ટ કર્યો હતો.