Not Set/ ‘જીંદગીં લાંબી નહીં વિશાળ હોવી જોઇએ’..શહીદ કેપ્ટનનું FB સ્ટેટસ

  દિલ્હી કાશ્મીર સરહદે શહીદ થનારા કેપ્ટન કપિલ કુંડું જીંદગી ઝીંદાદિલીથી જીવવામાં માનતા હતા.શહીદ કેપ્ટન કપિલના ફેસબુક પેઇજ પર એક વાક્ય લખ્યું છે : Life should be big instead of being long…! મતલબ કે જીંદગી લાંબી નહિ પરંતું વિશાળ હોવી જોઇએ.. માત્ર 23 વર્ષની ઉંમરમાં જ દેશ માટે બલિદાન આપનાર કપિલ કુંડુએ હકિકતમાં વિશાળ જિંદગી […]

Top Stories
kapil kundu 'જીંદગીં લાંબી નહીં વિશાળ હોવી જોઇએ'..શહીદ કેપ્ટનનું FB સ્ટેટસ

 

દિલ્હી

કાશ્મીર સરહદે શહીદ થનારા કેપ્ટન કપિલ કુંડું જીંદગી ઝીંદાદિલીથી જીવવામાં માનતા હતા.શહીદ કેપ્ટન કપિલના ફેસબુક પેઇજ પર એક વાક્ય લખ્યું છે : Life should be big instead of being long…! મતલબ કે જીંદગી લાંબી નહિ પરંતું વિશાળ હોવી જોઇએ..

માત્ર 23 વર્ષની ઉંમરમાં જ દેશ માટે બલિદાન આપનાર કપિલ કુંડુએ હકિકતમાં વિશાળ જિંદગી જીવી ગયા. રવિવારે રાજૌરીમાં પાકિસ્તાનના ફાયરીંગનો  ભોગ બનનાર  કેપ્ટન કપિલ કુંડુ સહિત અન્ય ત્રણ જવાનો પણ શહીદ થયા છે.- ગુડગાંવમાં રહેતા કેપ્ટને નાની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. જો કે પિતાની મોત બાદ તેમની માતા સુનિતાએ જ કપિલને ઉછેરી દેશસેવા માટે સેનામાં મોકલવાનો સાહસિક નિર્ણય કર્યો હતો. પહેલાં પતિ અને હવે પુત્રને ગુમાવનાર માતાના આંસુ સુકાતા નથી. તો બહેન પણ ભાઈની શહાદતથી સતત રડી રહ્યાં છે.

કપિલની શહીદી બાદ માતા સુનિતાએ મીડીયા સાથેની વાતમાં જણાવ્યું કે કપિલનો 10મી ફેબ્રુઆરીએ જન્મદિવસ છે. તે આ દિવસે ઘરે આવવાનો હતો. બહેનોએ નક્કી કર્યું હતું કે તેઓ પોતાના ભાઈને લેવા  સ્ટેશન જશે. પરંતુ ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું. તે આવે તે પહેલાં તેમના શહીદના સમાચાર આવ્યાં.

શહીદ કેપ્ટનના દાદાએ પીએમ મોદીને અત્યંત લાગણીશીલ બની અપીલ કરતાં કહ્યું ક “અમને ગર્વ છે કે મારો પૌત્ર સરહદ પર દેશ માટે શહીદ થયો છે. તે મારો એકમાત્ર પૌત્ર હતો. અમે તો બધું જ ગુમાવ્યું છે. પીએમ મોદીને કહેવા માંગુ છું કે પાકિસ્તાન સાથે આ વાતનો બદલો લેવામાં આવે. માત્ર સાંત્વના આપવાથી કંઈ નહીં થાય.