Mahesana News/ મહેસાણામાં જમીન માલિકને મારવાનો મામલો, પોલીસે આરોપીઓનું કર્યું પંચનામુ

મહેસાણાના જમીન માલિકને માર મારવાના આરોપમાં પોલીસે આરોપી અને અન્ય ઈસમોને સ્થળ પર લઈ જઈને પંચનામુ કર્યું હતું.

Gujarat Others

Mahesana news મહેસાણામાં જમીન (land) વિવાદે હિંસક રુપ ધારણ કરી લીધું હતું. મળતી માહિતી મુજબ કડીના વેકરા ગામમાં જમીન (land) માલિક (owner) ને માર મારવામાં આવ્યો હતો. ત્યારે જમીન માલિકે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમજ પીડિતની ફરિયાદને આધારે પોલીસે આરોપી મેહુલ સહિતના લોકોની ધરપકડ હાથ ધરી હતી.

જમીન માલિક મનન પટેલે વેકરા ગામે વરખડીયાની સીમમાં 2021-22 માં જમીન વેચાણ લીધી હતી. હુમલાખોરોએ જમીન માલિકના માથામાં માર માર્યો હતો પીડિત બંનેના પગ તોડી નાખ્યા અને કમરનો મણકો તૂટી ગયો હતો. શરીર ઉપર પહેરેલા દાગીના અને ઘડિયાળ તોડી નાંખ્યા હતા. આરોપી મેહુલ રબારી સહિત 15 ઈસમો સામે બાવલું પોલીસ સ્ટેશનમાં મનન પટેલ અને રિપલ પટેલ દ્વારા ફરિયાદ નોંધાઈ છે. જીવલેણ હુમલા અને હત્યાના પ્રયાસમાં જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી મેહુલ રબારી સહિત કુલ 8 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી મેહુલ રબારીએ જમીન પોતાના નામે કરી લીધી હતી. સમગ્ર મામલે કડી કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે અદાવત રાખી ફરિયાદી પર હુમલો કરાયો હતો. પોલીસે જમીન માલિકને માર મારવાના આરોપમાં આરોપી મેહુલ અને અન્ય આરોપીઓને ગામની એ જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં ઘટના બની હતી. આરોપીઓને ત્યાં લઈ જઈ પંચનામુ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેસાણામાં કેનેડા જવા ઈચ્છુક દંપતી સાથે બે એજન્ટોએ કરી લાખોની છેતરપિંડી

આ પણ વાંચો:મહેસાણામાં યુવાનોને પણ શરમાવતો આધેડનો રંગીન મિજાજ! સગીરાની કરી છેડતી

આ પણ વાંચો:મહેસાણામાં એવિએશન કંપનીનું ટ્રેઈની વિમાન ક્રેશ થતા મહિલા પાયલટ ઘાયલ