આર્થિક સહાય/ વીજળી પડવાથી એકના મોતનો મામલો, મૃતકના પરિવારજનોને અપાઇ સહાય

  @મોહસીન દાલ, પંચમહાલ. કાલોલ તાલુકાના બેઢીયા ગામે આકાશી વીજળી પડવાથી યુવક ના મોતના કિસ્સામાં પરિવારજનોને ચૂકવાય ₹ ૪ લાખની સહાય   કાલોલ તાલુકાના બેઢીયા ગ્રામ પંચાયત વિસ્તારના રાકાની મુવાડી ગામે ગત તા. ૧૮/૦૭/૨૦૨૧ ને રવિવારના રોજ બપોરના સુમારે ગામના વિજયભાઈ બળવંતભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૫) પોતાની ભેંસો ચરાવવા માટે સીમમાં ગયો હતો. બપોરના સુમારે હળવા […]

Gujarat
IMG 20210728 WA0072 વીજળી પડવાથી એકના મોતનો મામલો, મૃતકના પરિવારજનોને અપાઇ સહાય

 

@મોહસીન દાલ, પંચમહાલ.

કાલોલ તાલુકાના બેઢીયા ગામે આકાશી વીજળી પડવાથી યુવક ના મોતના કિસ્સામાં પરિવારજનોને ચૂકવાય ₹ ૪ લાખની સહાય

 

કાલોલ તાલુકાના બેઢીયા ગ્રામ પંચાયત વિસ્તારના રાકાની મુવાડી ગામે ગત તા. ૧૮/૦૭/૨૦૨૧ ને રવિવારના રોજ બપોરના સુમારે ગામના વિજયભાઈ બળવંતભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૫) પોતાની ભેંસો ચરાવવા માટે સીમમાં ગયો હતો. બપોરના સુમારે હળવા વાવાઝોડા અને ગાજવીજ સાથે થતી વિજળીઓના કડાકા વચ્ચે અચાનક એક પ્રાણધાતક વીજળીનો ચમકારો સીમમાં ઢોર ચરાવતા વિજય ચૌહાણ પર પડતા ચંદ સેકન્ડના વીજળીના એ કડાકામાં વિજય ચૌહાણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આમ દુર્ભાગ્યપૂર્ણ રીતે એક વિજળીના કડાકાએ બેઢીયાની મુવાડીના એક જુવાનજોધ યુવકને મોતને ઘાટ ઉતારી દેતાં મૃતકના પરિવારજનો અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

જે દુઃખદ ઘટના અંગે કાલોલ તાલુકા પંચાયત દ્વારા જરૂરી કાર્યવાહી કરી અંતે દશ દિવસના ટુંકા ગાળામાં આજ રોજ કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે મૃતક યુવકના પરિવારજનોના હાથમાં રૂ. ચાર લાખની સરકારી સહાય અર્પણ કરી હતી. આ પ્રસંગે કાલોલ તાલુકા વિકાસ અધિકારી સાથે કાલોલ ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ સહિત કાલોલ તાલુકાના સભ્યોએ ઉપસ્થિત રહીને સરકારી સહાય સાથે મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી અને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.