CBIની મોટી કાર્યવાહી/ CBIએ લાંચ લેવાના આરોપમાં GAILના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સહિત 5 લોકોની કરી ધરપકડ

CBIએ GAILના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેબી સિંહની 50 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે.

Top Stories India Breaking News
CBI CBIએ લાંચ લેવાના આરોપમાં GAILના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સહિત 5 લોકોની કરી ધરપકડ

દિલ્હી: CBIએ GAILના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેબી સિંહ સહિત 5 લોકોની ધરપકડ કરી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, CBIએ GAILના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેબી સિંહની 50 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે.

CBI અધિકારીના જણાવ્યા અનુસાર, નોઈડા, દિલ્હી, વિશાખાપટ્ટનમમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે આ 50 લાખ રૂપિયાની લાંચ લેવાનો મામલો છે. આ સંબંધમાં, CBIની ટીમ દિલ્હી, નોઈડા, વિશાખાપટ્ટનમમાં ગેઈલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને અન્યના સ્થાનો શોધી રહી છે.

એડવાન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડિરેક્ટર સુરેન્દ્ર કુમારની પણ ધરપકડ કરવામાં આવી

CBI અધિકારીના જણાવ્યા અનુસાર, GAILના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેબી સિંઘ ઉપરાંત અન્ય ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં વડોદરાના એડવાન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સના ડિરેક્ટર સુરેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે. તેના પર આરોપ છે કે તેણે બે GAIL Pipeline Projects માટે લાંચ આપી હતી. જે બાદ CBIએ સોમવારે આ કેસમાં કાર્યવાહી કરતા પાંચ લોકોની ધરપકડ કરી છે.

GAILના વરિષ્ઠ અધિકારીના ઘરે CBIનો દરોડો

આપને જણાવી દઈએ કે, નોઈડાના સેક્ટર-72માં ગેઈલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેબી સિંહના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ભ્રષ્ટાચારના કેસમાં ફરિયાદ બાદ દરોડા પાડવામાં આવી રહ્યા છે. મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ગેજેટ અને બેંક ખાતાઓની તપાસ થઈ રહી છે સીબીઆઈ અધિકારીઓ ઓફિસરના ઘરે હાજર છે.

આ પણ વાંચો: Supreme Court/ જમ્મુ-કાશ્મીરમાંથી “અનુચ્છેદ 370” હટાવવાના મામલે સુનાવણી પૂર્ણ; સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો

આ પણ વાંચો: Ganesha Murti/ મહારાષ્ટ્રમાં તૈયાર થયેલી કાગળ અને પુઠ્ઠાની ગણેશજીની પ્રતિમાની ડિમાન્ડ સુરતમાં વધી, જાણો આ પ્રતિમાની ખાસિયત

આ પણ વાંચો: સનાતનીની તનાતની/ ફક્ત ભીંતચિત્રો જ નહીં, મગજ પરના ચિત્રો હટાવવાની જરૂર, સંપ્રદાય સામે કોર્ટના દ્વાર ખખડાવશે સનાતની