NEET Paper Leak Case/ NEET કૌભાંડ મુદ્દે CBIએ જય જલારામ સ્કૂલના માલિક સહીત અન્યોની પુછપરછ

ગુજરાતમાં NEET કૌભાંડમાં CBIની તપાસ તેજ થઈ ગઈ છે.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 87 NEET કૌભાંડ મુદ્દે CBIએ જય જલારામ સ્કૂલના માલિક સહીત અન્યોની પુછપરછ

Panchmahal News: ગુજરાતમાં NEET કૌભાંડમાં CBIની તપાસ તેજ થઈ ગઈ છે. ગોધરા શહેરની જય જલારામ સ્કૂલમાં યોજાયેલી બહુચર્ચિત NEET પરીક્ષાના કેસમાં સીબીઆઈએ આજે ​​ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે ગુજરાતના 16 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓના નિવેદનો સાથે કેસમાં સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા અને ધરપકડ કરાયેલા આરોપીઓના સંપર્કમાં આવેલા અન્ય લોકોની નોંધણી શરૂ કરવામાં આવી છે.આ સાથે સીબીઆઈની ટીમ હાલમાં જય જલારામ સ્કૂલના માલિકનું નિવેદન લઈ રહી છે.

ગોધરા શહેરની જય જલારામ સ્કૂલમાં આચરાયેલા બહુચર્ચિત NEET કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસથી જ ગોધરા શહેરના સર્કિટ હાઉસમાં સીબીઆઈએ તપાસ કરી હતી. જેમાં સીબીઆઈની ટીમ ગત સોમવારથી ગોધરામાં ધામા નાખતી હતી. જેમાં પંચમહાલ પોલીસ પાસેથી 6 ફાઈલો અને 1000 પાનાના દસ્તાવેજો મેળવી તપાસ શરૂ કરી હતી.

જેમાં સીબીઆઈની ટીમ દ્વારા દસ્તાવેજોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો. બે દિવસ સુધી જરૂરી દસ્તાવેજોનો સતત અભ્યાસ કરવામાં આવ્યો. ત્યારબાદ ત્રીજા દિવસે ગોધરા શહેર અને થર્મલ સ્થિત જય જલારામ સ્કૂલમાં સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જય જલારામ સ્કૂલમાં, CBI એ ક્લાસ રૂમની બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું જ્યાં વિદ્યાર્થીઓએ NEET પરીક્ષા આપી હતી.

આજે ચોથા દિવસે ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે સીબીઆઈ દ્વારા કુલ 16 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતના 6 વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. જેમાં સીબીઆઈ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. આ સાથે આ કેસના સાક્ષીઓ અને ધરપકડ કરાયેલા આરોપીઓના સંપર્કમાં આવેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓના માતા-પિતા અને આ કેસના સાક્ષીઓ તેમજ ધરપકડ કરાયેલા આરોપીઓના સંપર્કમાં આવેલા અન્ય લોકોના નિવેદનો પરથી મોટા ખુલાસા થવાની શક્યતા છે.

 ઉલ્લેખનીય છે કે, ગોધરા શહેરની જય જલારામ સ્કૂલમાં લેવાયેલી NEETની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓના બહુચર્ચિત કેસમાં CBI દ્વારા એક પછી એક નિવેદનો લેવામાં આવી રહ્યા છે. આ પછી જય જલારામ સ્કૂલના માલિકને પણ સીબીઆઈ દ્વારા ગોધરા સર્કિટ હાઉસ બોલાવવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે જય જલારામ સ્કૂલના માલિકની સીબીઆઈની પૂછપરછમાં કઈ કડી બહાર આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ