CBSE Board Exam/ CBSE ધો-10 અને 12ની પરીક્ષાની 4 મે થી 10 જૂન સુધી યોજાશે : શિક્ષણ મંત્રી પોખરીયાલ

CBSEના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા ઘણા સમયથી બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી હતી. તેની વચ્ચે હવે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે, આજે વર્ષ

Top Stories India
1

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ
CBSE બોર્ડની પરીક્ષા 4 મે થી શરૂ થશે
CBSE ધો. 10 અને 12 ની પરીક્ષા 4 મેથી શરૂ થશે
10 જૂન સુધી પરીક્ષા પૂર્ણ થશે
15 જુલાઈ સુધી પરિણામ જાહેર થઇ શકે
કેન્દ્રીય શિક્ષણમંત્રીની મોટી જાહેરાત

CBSEના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા ઘણા સમયથી બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી હતી. તેની વચ્ચે હવે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે, આજે વર્ષ 2020ના છેલ્લા દિવસે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ દ્વારા CBSE ધોરણ 10 અને 12 માં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ 4 મેંના રોજ થશે તેમ સતાધાર નિવેદન આપવામાં આવ્યું હતું. તેમજ 10 જૂન સુધીમાં પરીક્ષા પૂર્ણ થશે. ઉપરાંત 15 જુલાઇ સુધીમાં પરિણામ જાહેર થઇ શકે છે તેમ તેઓએ ઉમેર્યું હતું.

Coronavirus pandemic: Parents' dilemma: to let child write papers or not - Telegraph India

Protest / અલવરમાં ખેડૂત આંદોલન બન્યુ ઉગ્ર, બેરીકેડ્સ તોડતા પોલીસે વરસા…

શિક્ષણમંત્રી પોખરીયાલએ જણાવ્યું હતું કે આયોજન કરવાની ઉચ્ચકક્ષાએથી ચર્ચા અને વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ તેઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી. કારણકે પરીક્ષાઓ શરૂ થવાના સમયગાળા પહેલા તારીખ જાહેર કરી દેવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી રહેશે.આ અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાને કહ્યું હતું કે દેશમાં ઘણા આંતરિયાળ વિસ્તારોમાં CBSE પોતાની શાળાઓ ધરાવે છે જેને લઈને આ બધી જગ્યાએ એકીસાથે ઓનલાઇન પરીક્ષા માટેની માળખાગત સુવિધા કરવી ઘણું મુશ્કેલ છે જેને લઈને આ બોર્ડ પરીક્ષાઓ ઓફલાઈન રાખવાના નિર્ણયને તેમણે ઘણો જ યોગ્ય દર્શાવ્યો હતો.આ સિવાય શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દરેક વિદ્યાર્થીના હિત માટે કામગીરી કરી રહી છે અને કોરોનાના લીધે કોઈ પણ વિદ્યાર્થીના ભવિષ્યને તેના લીધે પ્રભાવિત થવા ન દઈ શકાય અને તેને લઈને સરકાર તે દિશામાં મક્કમ કામગીરી કરી રહી છે.

Writing '786' or 'Om' on exam papers may debar students in India | The Express Tribune

Ahmedabad / શ્રદ્ધા હોય ત્યાં પૂરાવાની જરૂર નથી, આ મહિલાએ ગીતાપાઠ ગાતાં …

CBSE ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઇને વાલીઓ અસમંજસની સ્થિતી માંથી પસાર થઈ રહ્યા હતા. કારણ કે જે રીતે ઓનલાઇન શિક્ષણ ચાલુ રહ્યું છે તેના કારણે બાળકોને તૈયારીઓ માટે પૂરતો સમય મળ્યો નથી. તેમજ બાળકોની સુરક્ષાને લઇને વાલીઓની ચિંતા ખૂબ જ વધી રહી છે. દેશના મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓ એ અંગેની માગણી કરી રહ્યા હતા કે બાળકોને પરીક્ષા અંગે જલ્દીથી જાણકારી આપવામાં આવે તેવું ઈચ્છી રહ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…