મંજૂરી/ સુપ્રીમ કોર્ટમાં 9 જજની નિયુક્તિને કેન્દ્રની મંજૂરી, ગુજરાતનાં 2 જજની પણ નિમણૂક

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા તમામ 9 નામોને સ્વીકાર્યા છે. જેમા ત્રણ મહિલા ન્યાયાધીશોનાં નામ પણ સામેલ છે.

Top Stories India
supreem2 સુપ્રીમ કોર્ટમાં 9 જજની નિયુક્તિને કેન્દ્રની મંજૂરી, ગુજરાતનાં 2 જજની પણ નિમણૂક
  • સુપ્રીમ કોર્ટમાં 9 જજની નિયુક્તિને કેન્દ્રની મંજૂરી
  • કૉલેજિયમે મોકલેલી ભલામણ કેન્દ્રએ સ્વીકારી
  • ગુજરાતના 2 જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક
  • ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથની નિયુક્તિ
  • ગુજરાત HCના જસ્ટિસ બેલાબેન ત્રિવેદીની પણ નિમણૂક

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા તમામ 9 નામોને સ્વીકાર્યા છે. જેમા ત્રણ મહિલા ન્યાયાધીશોનાં નામ પણ સામેલ છે. કોલેજિયમ દ્વારા કેન્દ્રને મોકલવામાં આવેલા નામોમાં જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ હિમા કોહલી અને બીવી નાગરથના ઉપરાંત જસ્ટિસ એએસ ઓકા, વિક્રમનાથ, જેકે મહેશ્વરી, સીટી રવિન્દ્રકુમાર, એમએમ સુંદરેશ અને વરિષ્ઠ એડવોકેટ પી. એસ નરસિંહનું નામ સામેલ છે. સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે કોલેજિયમ દ્વારા નામોની ભલામણ કરવામાં આવે છે. કેન્દ્ર આ નામો પર અંતિમ નિર્ણય લે છે.

આ પણ વાંચો – National Monetisation pipeline / નાણામંત્રી નિર્મલા સીતારમણે MNP લોન્ચ કર્યું, આગામી 4 વર્ષમાં 6 લાખ કરોડની મિલકતોનું મુદ્રીકરણ કરવામાં આવશે

આપને જણાવી દઇએ કે, ગુજરાતનાં 2 જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થઇ છે. ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ કરવામાં આવી છે. ઉપરાંત ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટિસ બેલાબેન ત્રિવેદીની પણ નિમણૂક કરવામાં આવી છે. 17 ઓગસ્ટનાં રોજ યોજાયેલી કોલેજિયમની બેઠક બાદ 9 જજોની નિમણૂકની ભલામણ કેન્દ્રને મોકલવામાં આવી છે. આ 9 જજોમાં ત્રણ મહિલા જજ પણ શામેલ છે. વળી, એક વરિષ્ઠ વકીલને સુપ્રીમ કોર્ટમાં સીધી નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે. કોલેજિયમ દ્વારા જે નામોની ભલામણ કરવામા આવી છે, તેમા કર્ણાટક હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ એએસ ઓકા, ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ, સિક્કિમ હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ જેકે મહેશ્વરી, કેરળ હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ સીટી રવિન્દ્ર કુમાર અને કેરળ હાઇકોર્ટનાં જજ જસ્ટિસ એમએમ સુંદરેશ સામેલ છે.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન સંકટ / તાલિબાનનાં કબ્જા બાદ અફઘાનિસ્તાનમાં પાણીની એક બોટલની કિંમત રૂ.3000

વળી કોલેજિયમે જે ત્રણ મહિલાઓને સુપ્રીમ કોર્ટનાં જજ બનાવવાની ભલામણ કરી છે, જેમા તેલંગાણા હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ હિમા કોહલી, ગુજરાત હાઈકોર્ટનાં જજ જસ્ટિસ બેલા ત્રિવેદી અને કર્ણાટક હાઈકોર્ટનાં જજ જસ્ટિસ બીવી નાગરત્ન છે. જસ્ટિસ નાગરત્નનાં નામે કેન્દ્ર સરકારની મહોર મેળવ્યા બાદ, તેઓ 2027 માં દેશનાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બની શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

https://youtu.be/FZ3uvspcwO8