Chandrayaan 3/ PM મોદી દક્ષિણ આફ્રિકામાં નિહાળશે ચંદ્રયાન-3નું લાઈવ લેન્ડિંગ, વર્ચ્યુઅલ રીતે ISROમાં સાથે જોડાશે

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3ના લેન્ડિંગ દરમિયાન વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇસરો સાથે જોડાશે. જણાવી દઈએ કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)નું આ ત્રીજું ચંદ્ર મિશન છે.

Top Stories India
Untitled 190 1 PM મોદી દક્ષિણ આફ્રિકામાં નિહાળશે ચંદ્રયાન-3નું લાઈવ લેન્ડિંગ, વર્ચ્યુઅલ રીતે ISROમાં સાથે જોડાશે

ભારતનું ચંદ્રયાન-3 આજે (23 ઓગસ્ટ) સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. દરેક ભારતીય આ ઐતિહાસિક ક્ષણોનો સાક્ષી બનવા માગે છે. ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ માટે દેશભરમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. ISRO ચંદ્રયાન-3ના લેન્ડિંગનું જીવંત પ્રસારણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રયાન-3ના લેન્ડિંગનું જીવંત પ્રસારણ પણ નિહાળશે. જણાવી દઈએ કે પીએમ મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાની સત્તાવાર મુલાકાતે છે, પરંતુ લેન્ડિંગ સમયે તેઓ ત્યાંથી વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં સામેલ થશે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3ના લેન્ડિંગ દરમિયાન વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇસરો સાથે જોડાશે. જણાવી દઈએ કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)નું આ ત્રીજું ચંદ્ર મિશન છે.આ પહેલા ચંદ્ર મિશન ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરતી વખતે હાર્ટ લેન્ડિંગનો શિકાર બન્યું હતું. આ મિશન આંશિક રીતે સફળ રહ્યું હતું. આવી સ્થિતિમાં, ઇસરો ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે.

આ માટે ઇસરોએ ચંદ્રયાન-3માં ઘણા ફેરફારો પણ કર્યા છે. ઇસરોના જણાવ્યા અનુસાર જો આજે લેન્ડિંગ દરમિયાન ચંદ્રયાનમાં કોઈ ટેકનિકલ ખામી હશે તો 27 ઓગસ્ટે તેને ફરીથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે. તે જ સમયે, દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યા પછી, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પગ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે.

આ પણ વાંચો:થેંક્સ ફોર ધ રાઈડ, મેટ! ચંદ્રયાન-3 વિશે ISROના સંદેશાએ લોકોના જીત્ય દિલ

આ પણ વાંચો:ચંદ્રયાન-3 પછી આ પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે ISRO

આ પણ વાંચો:23 ઓગસ્ટે જ કેમ થશે ચંદ્રયાન-3નું લેન્ડિંગ? જાણો તેની પાછળનું મોટું કારણ

આ પણ વાંચો:શું છે ચંદ્રના દક્ષિણ ધ્રુવનું રહસ્ય, જેની પાછળ પડી છે આખી દુનિયા