ગુજરાત/ ચેન્નાઇ સુપર કિંગ્સની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો શું કહ્યું રિવાબા જાડેજાએ

અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા જશે અને પોતાના પતિ તેમજ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો ઉત્સાહ વધારશે. રિવાબા જાડેજા ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને સેમિફાઇનલમાં જીત મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા

Top Stories Gujarat Surat
ચેન્નાઇ સુપર

@અમિત રૂપાપરા 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે. ત્યારે આ ફાઇનલ મેચ પહેલા રિવાબા જાડેજા કે, જે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે તેમને મીડિયા સાથે વાતચીત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે, તેઓ પણ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા જશે અને પોતાના પતિ તેમજ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો ઉત્સાહ વધારશે. રિવાબા જાડેજા ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને સેમિફાઇનલમાં જીત મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જીતનો શ્રેય ક્રિકેટરો મેનેજમેન્ટ અને ફ્રેન્સને આપ્યો હતો.

ચેન્નાઇ સુપર કિંગની IPLમાં સેમિફાઇનલમાં થયેલી જીત બાબતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, ચેન્નાઇ સુપર કિંગ્સના તમામ પ્લેયર તેમજ સપોર્ટિંગ ફેન્સને કોન્ગ્રેચ્યુલેશન. આ એક ગૌરવ લેવા જેવી ક્ષણ છે કારણ કે ચેન્નાઇ સુપર કિંગ્સ છેલ્લા દસ વર્ષથી ફાઇનલમાં પહોંચી રહ્યું છે. તેનો શ્રેય પ્લેયરને, ટીમ લીડરને, મેનેજમેન્ટને અને સાથે સાથે તમામ ફેન્સને જાય છે. ચાહકોની લાગણી સતત ક્રિકેટરોને ઉત્સાહિત કરતી રહે છે અને ક્રિકેટરોને સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

રિવાબા જાડેજાએ એવું પણ જણાવ્યું હતું કે, ફાઇનલ મેચ અમદાવાદમાં છે અને તેમાં પણ એક ગુજરાતી તરીકે ગૌરવ લેવા જેવી વાત એ છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખૂબ વિશાળ પબ્લિક સાથે આ મેચ જોવા મળશે. કારણ કે, ખૂબ મોટી સંખ્યામાં પ્રેક્ષકો આ મેચ જોવા માટે ઉપસ્થિત રહેશે. તેમને એવું પણ જણાવ્યું હતું કે હું નોર્મલ ફ્રેન્ડ્સની જેમ જ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મારા પતિને જે પણ સપોર્ટની જરૂર પડે છે તે સપોર્ટ આપૂ અને તેમની સાથે રહેવું એ મારા માટે એક પ્રાયોરિટી છે.

રવિન્દ્ર જાડેજા બાબતે તેમને એવું પણ જણાવ્યું હતું કે, જ્યારે ક્રિકેટની વાત આવે છે ત્યારે હંમેશા તેમનો પ્રયત્ન રહે છે કે, તેઓ પોતાનાથી બનતું બેસ્ટ પર્ફોમન્સ મેચને આપી શકે. એટલા માટે મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેવું એ એમના માટે પણ ખૂબ જરૂરી છે. ક્યાંક ને ક્યાંક વધારે સારું કરવાની તેમની ક્ષમતા અને ક્રિકેટ અને ફિલ્ડ પર પોતાની રીતે બેસ્ટ કરવું આ એક તેમની ખૂબી રહી છે.

આ પણ વાંચો:શું તમને પીઝા બહુ ભાવે છે,તો પહેલા આ વાંચી લેજો…ડોમિનોઝ અને લા પીનોઝના સેમ્પલ ફેલ

આ પણ વાંચો:બાળકના મોતનું કારણ બન્યું ચીકુનું બી, જાણો કેવી રીતે

આ પણ વાંચો:એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ છરી વડે પરિણીતા પર કર્યો હુમલો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ

આ પણ વાંચો:સુરતના વેપારીનો ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર,પેકેટમા કેટલા ડાયમંડ છે તે બાબા કહીદે..તો માનું

આ પણ વાંચો:રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવા જ સ્તરે લઈ જવા 94 માર્ગોના વિકાસ માટે 2213 કરોડ મંજૂર કરતા સીએમ ભુપેન્દ્ર પટેલ