Honeytrap/ ચેતીજજો આ મેનકાઓથી ! સુરતમાં ફરી એક વેપારી બન્યા હની ટ્રેપનો શિકાર

ગુજરાતમાં હની ટ્રેપનાં કિસ્સાઓ છાસવારે સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ ખાસ સુરત શહેરમાં હની ટ્રેપ ગોઠવી અમુક ચોક્કસ પ્રકારનાં લોકો દ્વારા ટોળકી રચી વેપારીઓ અને માલદારોને ફસાવી પૈસા

Gujarat Surat
honey trap ચેતીજજો આ મેનકાઓથી ! સુરતમાં ફરી એક વેપારી બન્યા હની ટ્રેપનો શિકાર
  • સુરત શહેરમાં વધુ એક હની ટ્રેપની ઘટના
  • લૂમ્સ ભાડે અપાવવના બહાને પડાવ્યા રૂપિયા
  • મહિલા સહિતની ટોળકીએ 8 શખ્સોએ પડાવ્યા નાણાં
  • બળાત્કાર કેસમાં ફસાવવાની ધમકી આપી પડાવ્યા નાણાં
  • દોઢ લાખની માંગણી બાદ 25 હજારમાં કરી પતાવટ
  • નંદલાલભાઈએ કતારગામ પોલીસમાં નોંધાવી ફરિયાદ

ગુજરાતમાં હની ટ્રેપનાં કિસ્સાઓ છાસવારે સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ ખાસ સુરત શહેરમાં હની ટ્રેપ ગોઠવી અમુક ચોક્કસ પ્રકારનાં લોકો દ્વારા ટોળકી રચી વેપારીઓ અને માલદારોને ફસાવી પૈસા ખંખેરી લેવાનાં કિસ્સામાં ચોક્કસ વધારો જોવામાં આવી રહ્યો છે. વિડંબનાની વાત એ પણ કહી શકાય કે આવી ચાલબાજ કે ભેજાબાજ હની ટ્રેપ ગેંગને અનેક વિશ્વામીત્ર પણ મળી રહે છે જેની તપસ્યા મેનકા ભંગ કરી માલામાલ થઇ શકે કે છેલ્લે ખંખેરો તો કરી જ શકે.

VALSAD: શીશમ-સાગી ચોરસાનાં લાકડા ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, દ્રશ્યો …

Beware of Facebook honeytrap, warn cyber police | Onmanorama

આવો જ હની ટ્રેપનો વધુ એક તાજો કિસ્સો સુરત શહેરમાથી સામે આવી રહ્યો છે. બીલકુલ ગઇ કાલે હીરાનાં વેપારી સામે કહેવાત બળાત્કાર મુળમાં હની ટ્રેપનો કિસ્સો ફરિયાદ થતા સામે આવ્યો હતો તો આજે ફરી એજ રાહ પર બીજા એક લૂમ્સનાં વેપારી ફસાયા હોવાની વાત સામે આવી રહી છે. સુરત શહેરમાં વધુ એક હની ટ્રેપની ઘટના નોંધવામાં આવી છે.

announcement: ગુજરાતનાં સરકારી કર્મચારીઓને બખ્ખા, સરકારે કરી ખાસ રોકડ પેકે…

Honey trapping honey trap case Honey trapping in MP - Honey Trap कांड:  लोकसभा चुनाव में 30 करोड़ में हुई थी वीडियो बेचने की कोशिश, इन्होंने किया  खुलासा

સામે આવેલા કિસ્સામાં હની ગેંગે વેપારી પાસેથી લૂમ્સ ભાડે અપાવવના બહાને રૂપિયા પડાવ્યા હોવાની વિગતો જાણવામાં આવી રહી છે. હની ટ્રેપ ગેંગની મહિલા સહિતની 8 શખ્સોની ટોળકીએ વેપારીને ખંખેરી નાણાં પડાવ્યા હોવાની વિગતો સામે આવતા શહેરમાં ફરી એક વખત ચકચાર જોવામાં આવી રહ્યો છે..

Covid-19 / અમેરિકા ફરી કોરોનાના કોહરામનાં આગોશમાં, 24 કલાકમાં 3400થી વધ…

Bail granted to the accused in honey-trap case

હની ટ્રેપ ગેંગની સિસ્ટમ પ્રમાણે આ કિસ્સામાં પણ વેપારીને બળાત્કાર કેસમાં ફસાવવાની ધમકી આપી નાણાં પડાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. બળાત્કાર કેસમાં ફસાવી આમતો હની ગેંગે દોઢ લાખની માંગણી કરી હતી, પરંતુ આટલી રકમનું ભેગુ ન થતા, વકરો એટલે નફો નાં ઘોરણે મામલે ફક્ત 25 હજારમાં પતાવટ કરી દેવામાં આવ્યોઅને હનીની સ્ટ્રીપ પર ટ્રેપ થઇ ગયેલા નંદલાલભાઈએ કતારગામ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી પડી હતી.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…