Not Set/ છોટાઉદેપુર/ LRD ભરતીમાં અન્યાય મામલે, જિલ્લામાં બંધનું એલાન

આજે છોટાઉદેપુર જિલ્લામાં બંધનું એલાન LRD ભરતીમાં અન્યાય મામલે બંધનું એલાન સમસ્ત આદિવાસી રાઠવા સમાજ દ્વારા બંધનું એલાન સર્વ પક્ષિય આદિવાસી નેતાઓની બેઠક બાદ નિર્ણય લોકોને બંધમાં સહકાર આપવા કરી અપીલ આદિવાસી સમાજ ને થી રહેલા અન્યાય મુદ્દે  રાઠવા સમાજ દ્વારા છોટાઉદેપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે. વહેલી સવારે રાઠવા સમાજના લોકો રસ્તા પર ઉતરી […]

Gujarat Others
બાલારામ થવાની 4 છોટાઉદેપુર/ LRD ભરતીમાં અન્યાય મામલે, જિલ્લામાં બંધનું એલાન
  • આજે છોટાઉદેપુર જિલ્લામાં બંધનું એલાન
  • LRD ભરતીમાં અન્યાય મામલે બંધનું એલાન
  • સમસ્ત આદિવાસી રાઠવા સમાજ દ્વારા બંધનું એલાન
  • સર્વ પક્ષિય આદિવાસી નેતાઓની બેઠક બાદ નિર્ણય
  • લોકોને બંધમાં સહકાર આપવા કરી અપીલ

આદિવાસી સમાજ ને થી રહેલા અન્યાય મુદ્દે  રાઠવા સમાજ દ્વારા છોટાઉદેપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે. વહેલી સવારે રાઠવા સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.  એસટી બસ સહિતના વાહનો બંધ કરાતા લોકો અટવાયા હતા. બંધના એલાનને પગલે છોટાઉદેપુર સજ્જડ બંધ રહેવા પામ્યું છે.

તો બીજી તરફ બંધના એલાનની જિલ્લામાં પણ વ્યાપક અસર જોવા મળી. જેમાં પાવીજેતપુર, કવાંટ, નસવાડી, બોડેલી જેવા તાલુકાઓ સજ્જડ બંધ રહ્યા છે. ખાસ કરીને એસ.ટી ડેપો બંધ કરાતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને મુસાફરો મોટી સંખ્યામાં અટવાયા છે. તો  બીજી કોઇ ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસબંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. લોકોએ રસ્તા પર આવીને ટાયરો સળગાવ્યા  હતા અને DDOની  ગાડીને રોકીને વિરોધ કર્યો  હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.