Gujarat Congress/ છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુ ગુજરાત કોંગ્રેસના બન્યાચૂંટણી નિરીક્ષક, હાઈકમાન્ડના આદેશથી સ્થાનિકોમાં પ્રશ્નાર્થ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કોંગ્રેસે છત્તીસગઢના ગૃહમંત્રી ની નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે. તેની સાથે જ કોંગ્રેસના આ નિર્ણયથી

Top Stories
1

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કોંગ્રેસે છત્તીસગઢના ગૃહમંત્રી ની નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે. તેની સાથે જ કોંગ્રેસના આ નિર્ણયથી રાજીવ સાતવની પાંખો કપાઈ ગયા હોવાની ચર્ચા કોંગ્રેસમાં થઈ રહી છે. આ અગાઉ કોંગ્રેસમાં આ પ્રકારે અન્ય રાજ્યના નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી નથી.પરંતુ હાઈ કમાન્ડે આને શા માટે લીધો તે માટે તેમની કામગીરી વિશે જાણવું જરૂરી છે.

1

winner / મિસિસ ઇન્ડિયા કોન્ટેસ્ટનું પરિણામ જાહેર, આ રાજ્યની 31 વર્ષની દીકરીએ જીત્યો ખિતાબ

છતીસગઢ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેશ બધેલના નેતૃત્વમાં છત્તીસગઢમાં જે રીતે કામ થઇ રહ્યું છે તેનો લાભ પ્રદેશ કોંગ્રેસના નેતાઓને પ્રાપ્ત થઈ રહ્યો છે. અહીંના નેતાઓનું કદ પાર્ટીમાં વિસ્તરી રહ્યું છે. તે જોતા કોંગ્રેસે ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે છત્તીસગઢના ગૃહ મંત્રી અને સિનિયર નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. તામ્રધ્વજ સાહુએ ટ્વીટ્ કરી અને આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા આપવામાં આવેલી આ જવાબદારી ને હું આભાર પૂર્વ સ્વીકાર કરૂં છું.તેમજ ગુજરાત કોંગ્રેસના સાથીઓની સાથે મળી અને આ ચૂંટણી લડીશું અને જીતીશું.

kumbhmela / હરિદ્વારમાં કુંભમેળામાં જવા માટે યાત્રાળુઓને RTPCR ટેસ્ટ ફરજીયાત, 72 કલાક પહેલા રિપોર્ટ જરૂરી

કોંગ્રેસ સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અગાઉ આસામની ચૂંટણી માટે મુખ્ય પ્રધાન ભુપેશ બઘેલની વરિષ્ઠ નિરીક્ષક તરીકે નિમણૂક કરી હતી. આ સાથે જ ધારાસભ્ય વિકાસ ઉપાધ્યાયની પણ આસામના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તામ્રધ્વજ સાહુ કોંગ્રેસ ઓબીસી સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને છત્તીસગમાં ગૃહ અને પીડબ્લ્યુડી વિભાગ માટે જવાબદારી સંભાળી રહ્યા છે. તામ્રધ્વજ સાહુએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સંગઠન માટે ગુજરાતમાં શહેરી મંડળની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિષય છે.

Political / નેપાળની રાજનીતિમાં મોટો ભૂકંપ, PM ઓલીને પાર્ટીમાંથી હટાવાયા

તેઓ પક્ષના અધિકારીઓ અને કાર્યકરોને મળશે અને નાગરિક સંસ્થાઓની ચૂંટણીમાં પાર્ટીને જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે. સાહુએ કહ્યું કે ગુજરાતમાં લોકો ભાજપ વિરુદ્ધ છે. પરિણામ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું, જેમાં પક્ષ ખૂબ ઓછા અંતર સાથે સરકાર બનાવવાનું ચૂકી ગયા હતા. નોંધપાત્ર વાત એ છે કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય ખજાનચી અહેમદ પટેલની ગેરહાજરીમાં ગુજરાતમાં આ પહેલી ચૂંટણી છે. કોંગ્રેસનું કેન્દ્રિય સંગઠન આ અંગે ખૂબ ગંભીર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…