વડોદરા/ છોટાઉદેપુર કલેકટર સ્તુતિ ચારણની બહેન ડો. નીતિ ચારણે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી

પરીક્ષામાં પાંચમો ક્રમાંક મેળવી ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામ્યા,કોઈ પણ પ્રકારની તાલીમ વગર જાત મહેનતે સિદ્ધિ હાંસલ કરી

Gujarat
Untitled 87 4 છોટાઉદેપુર કલેકટર સ્તુતિ ચારણની બહેન ડો. નીતિ ચારણે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી

છોટાઉદેપુર જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા સુશ્રી. સ્તુતિ ચારણના નાના બહેન ડૉ. નીતિ ચારણે ત્રીજા પ્રયત્ને ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામ્યા છે. તેણીએ આ અગાઉ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પણ આપી હતી. તેમણે સખત મહેનત કરી ગુજરાત જાહેર સેવા આયોગની આ પરીક્ષામાં જનરલ મેરીટ માં 5મો અને મહિલા કેટેગરીમાં 1લો ક્રમાંક મેળવ્યો છે.

આ  પણ  વાંચો:માસ્ક / ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ક્યું માસ્ક છે સૈાથી સુરક્ષિત જાણો વિગત, કાપડનું માસ્ક સુરક્ષિત નથી

અથાગ પરિશ્રમ અને કઇક કરવાનુ લક્ષ્ય હોય તો માણસ શુ ના કરી શકે તેવુ આ બે બહેનોએ કરી બતાવ્યુ છે અને ખાસ કરીને પોતાની દીકરીને અભ્યાસ કરાવવામા સંકોચ કરનારાઓ માટે એક મોટુ ઉદાહરણ છે બે બહેનોએ આવી સિધ્ધી હાંસલ કરતા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પ્રોત્સાહિત થશે તેમ ચોક્કસ કહી શકાય

આ પણ  વાંચો:ઉત્તરપ્રદેશ / IAS દુર્ગા શંકર મિશ્રા યુપીના નવા મુખ્ય સચિવ હશે

આ અંગે ડૉ. નીતિ ચારણ સાથે ટેલિફોનીક વાત કરતા તેમણે તેમની સફળતાનો સઘળો શ્રેય તેમની મોટી બહેન સ્તુતિ ચારણને આપતા જણાવ્યું હતું કે, મારી મોટી બહેન ગુજરાત કેડરમાં સનદી અધિકારી તરીકે ફરજ બજાવે છે. મારી મોટી બહેને જ મને વહીવટી સેવાઓની પરીક્ષાઓ આપવા માટે માહિતી, માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડી છે. મને શરૂઆતથી જ ગુજરાત પ્રત્યે આકર્ષણ રહ્યું છે તેમજ દીદી પણ ગુજરાત કેડરમાં ફરજ બજાવે છે જેથી મેં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. કોઈ પણ પ્રકારની તાલીમ વગર જાત મહેનતે જ તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે.