દુર્ઘટના/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ઘટનાસ્થળે પહોચ્યા, ઇજાગ્રસ્તોની લીધી મુલાકાત

શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે.

Top Stories Gujarat
111 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ઘટનાસ્થળે પહોચ્યા, ઇજાગ્રસ્તોની લીધી મુલાકાત

શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં અનેક લોકોના મોત નિપજ્યા હતા ,આ અંગેની જાણ થતા રાજ્યના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી પહોંચ્યા છે, અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીએ મોરબી પહોંચીને સૌ પ્રથમ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોને રૂબરૂ મળીને ખબર અંતર પૂછ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં સારવાર વ્યવસ્થા અંગે તબીબો સાથે વાતચિત કરીને સમીક્ષા પણ કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી, મંત્રી બ્રિજેશ મેરજા, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ પણ સાથે રહ્યા હતા

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવા વર્ષે જ સૌથી મોટી હોનારત મોરબીમાં બની છે. શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત નીપજ્યા છે તે અંગે કોઇ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી પરંતુ સ્થાનિક ડોક્ટરો અનુસાર, આ ગોઝારી ઘટનામાં 40-45 બાળકોના મોત થયા હોવાનું જણાવી રહ્યા છે.