શપથગ્રહણ/ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે, યોગીના શપથગ્રહણ સમારોહમાં આપશે હાજરી

ત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ યોગી આજે બીજી વાર શપથ રહ્યા છે. ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રીની શપથવિધિ સમારંભમાં હાજરી આપશે.

Top Stories Gujarat Others
bhupendra

ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ યોગી આજે બીજી વાર શપથ રહ્યા છે. ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રીની શપથવિધિ સમારંભમાં હાજરી આપશે. સાંજે 4 કલાકે યોજનારા શપથગ્રહણ સમારોહમાં દેશના ભાજપ શાસિત તમામ મુખ્ય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ પણ ઉત્તર પ્રદેશ પહોંચશે.

આ પણ વાંચો:લાઈવ ઈન્ટરવ્યુ દરમિયાન હર્ષા ભોગલે અચાનક થઈ ગયા ગાયબ, કંઈક એવું થયું કે સોશિયલ મીડિયા પર થવા લાગ્યા ટ્રેન્ડ 

આપને જણાવી દઈએ કે, આજે સાંજે 4 કલાકે યોગી આદિત્યનાથની મુખ્યમંત્રી પદ માટે શપથ લેવાના છે. લખનૌના ઈકાના સ્ટેડિયમમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે. યોગી આદિત્યનાથના શપથ ગ્રહણમાં સામેલ થવા માટે ભાજપ સંગઠને ભાજપ શાસિત 12 રાજ્યોના મુખ્યમંત્રી અને પાંચ નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ મોકલ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં સામેલ થવા માટે ઉત્તરપ્રદેશ પહોંચશે. આ શપથવિધિમાં હાજરી આપવા ગુજરાતમાંથી ભાજપના 160 પદાધિકારીઓેને આમંત્રણ અપાયું છે.

ગુજરાતના જે પણ નેતાઓને યુપીની જવાબદારી સોંપાઇ તે તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય શપથ સમારોહમાં સામેલ થવા માટે યુપીના મોટા ઉદ્યોગપતિઓ અને આઈએમએને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. નાથ સંપ્રદાય સહિત તમામ મોટા મઠોના સાધુ સંતોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. બાબા રામદેવ, મથુરા, વૃંદાવન, અયોધ્યા હરિદ્વાર સહિત દેશના ઘણા રાજ્યોમાંથી સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભાજપ સંગઠને સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. લખનૌને શણગારવામાં આવી રહ્યું છે. આજે સમગ્ર ઉત્તર પ્રદેશમાં ઉત્સવનો માહોલ રહેશે. યોગી આદિત્યનાથના શપથ ગ્રહણમાં પીએમ નરેન્દ્ર મોદીની સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે. ભાજપે આજે ઉત્તરપ્રદેશના દરેક મુખ્ય ચોકમાં શણગાર સાથે મઠો અને મંદિરોમાં પૂજાની તૈયારીઓ કરી છે.વાસ્તવમાં ભાજપ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં જીત દ્વારા સમગ્ર દેશને એક સંદેશ આપવા માગે છે.

આ પણ વાંચો:દેશમાં એક જ દિવસમાં કોરોનાના નવા 1685 કેસ,83 દર્દીઓના મોત

આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પર અભદ્ર ટીપ્પણી કરનાર યુવકની પોલીસે કરી ધરપકડ,જાણો