Madhya Pradesh News: મધ્યપ્રદેશમાં આજે સવારે મુખ્યમંત્રી મોહન યાદવના મંત્રીમંડળનું વિસ્તરણ થયું. મંત્રીમંડળના વિસ્તરણ બાદ સવારે 9.30 વાગ્યે મંત્રીઓએ શપથ લીધા. શપથવિધિ દરમ્યાન વિચિત્ર વાત બની. એક મંત્રીએ શપથવિધિમાં લોચો મારતા કેબિનેટ મંત્રીના સ્થાને રાજ્યમંત્રી તરીકેના શપથ લીધા. જણાવી દઈએ કે રામનિવાસ રાવત ભાજપમાં જોડાયા બાદ આજે ડો. મોહન યાદવના કેબિનેટ મંત્રીમાં સ્થાન પામ્યા છે. આ સાથે મુખ્યમંત્રી મોહન યાદવના કેબિનેટના મંત્રીઓની સંખ્યા વધીને 31 થઈ છે. જો કે કેબિનેટમાં મહત્તમ 34 મંત્રીઓને સામેલ કરવામાં આવી શકે છે. આ બાબત જોતાં હજુ 3 સ્થાન ખાલી છે તેમાં કોને સમાવેશ કરાશે તેનો આગામી સમયમાં નિર્ણય થઈ શકે છે.
મંત્રીએ શપથ લેતા માર્યો લોચો
આજે મુખ્યમંત્રી ડો.મોહન યાદવના કેબિનેટનું વિસ્તરણ થયા બાદ શપથવિધિ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વિચિત્ર ઘટના બની. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ધારાસભ્ય રામનિવાસ રાવતે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. જો કે આ બાબતે ભૂલ થઈ હોવાનું માલૂમ પડતા જ 9.18 વાગ્યે રામનિવાસ રાવતે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા. આ સાથે CM મોહન યાદવના મંત્રીઓની સંખ્યા વધીને 31 થઈ. જણાવી દઈએ કે મંત્રી મંડળના વિસ્તરણ શપથવિધિના સમારોહમાં મુખ્યમંત્રી ડો.મોહન યાદવ સહિત અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રામનિવાસ રાવત ભાજપમાં જોડાયા
પૂર્વ કોંગ્રેસ નેતા રામનિવાસ રાવત ભાજપમાં જોડાતા જ ફાયદો થયો છે. તેઓ મધ્યપ્રદેશમાં CM મોહન યાદવના મંત્રીમંડળમાં સામેલ થયા અને કેબિનેટ મંત્રી તરીકેના આજે શપથ લીધા. તેમણે 2019માં મોરેના બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. છ વખતના ધારાસભ્ય રામનિવાસ રાવતે 30 એપ્રિલે સીએમ ડૉ. મોહન યાદવ, પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા અને ડૉ. નરોત્તમ મિશ્રાની હાજરીમાં એક જાહેર સભામાં ભાજપમાં જોડાયા હતા. આ મામલે તેમણે કહ્યું કે ઘણા સમયથી તેઓ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા અવગણના થતી હોવાનું અનુભવી રહ્યા હતા. પ્રત્યેક ઉમેદવારની જેમ હું પણ મારા વિસ્તારના વિકાસ માટે કામ કરવા માંગુ છું. મારા વિસ્તારનો યોગ્ય વિકાસ થયો નથી. આથી હું ભાજપમાં જોડાયો જેથી હું મારા વિસ્તારના વિકાસના કામોને વેગ આપી શકું.
કોંગ્રેસથી નારાજ નેતા
વધુમાં તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે સારી કામગીરી કરી હોવા છતાં વિધાનસભામાં તેમને વિરોધપક્ષના નેતા બનાવવામાં આવ્યા નહોતા. આ જ બાબતે તેઓ કોંગ્રેસ થી નારાજ થઈ ભાજપમાં સામેલ થયા. લાંબા સમયથી કોંગ્રેસ માટે કામ કરનાર ઓબીસી સમુદાયના નેતા રામનિવાર રાવત ભાજપમાં જોડતા પાર્ટી માટે આ મોટો ફટકો કહી શકાય. રામ નિવાસ રાવત શ્યોપુર જિલ્લાની વિજયપુર વિધાનસભાના ધારાસભ્ય છે. લાંબા સમયથી તેમના મંત્રી બનવાની અટકળો ચાલી રહી હતી.સરકારમાં તેમની ભૂમિકા પણ નક્કી થઈ ગઈ છે અને મોહન યાદવના કેબિનેટમાં સામેલ થઈને તેઓ સ્વાભાવિક રીતે તેમનું કદ વધારશે.
આ પણ વાંચો: ‘NDAને 400 બેઠકો મળી હોત કાશ્મીર સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય બન્યો હોત’ શિવસેના સાંસદ પ્રતાપરાવ
આ પણ વાંચો: પીએમ મોદી આવતીકાલે રશિયા જવા રવાના થશે