પ્રહાર/ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર,ગઠબંધનમાં 25 વર્ષ વેડફાઇ ગયા

ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું  તેમણે કહ્યું કે તેઓ હજુ પણ માને છે કે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધનમાં 25 વર્ષ વેડફ્યા છે.

Top Stories India
uthav thakre મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર,ગઠબંધનમાં 25 વર્ષ વેડફાઇ ગયા

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું  તેમણે કહ્યું કે તેઓ હજુ પણ માને છે કે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધનમાં 25 વર્ષ વેડફ્યા છે. પાર્ટીના સ્થાપક અને તેમના પિતા બાળ ઠાકરેની 96મી જન્મજયંતિ પર શિવસૈનિકોને સંબોધતા ઉદ્ધવે કહ્યું કે ભાજપનું હિન્દુત્વ સત્તા માટે છે.

તેમણે કહ્યું કે શિવસેનાએ ભાજપને છોડી દીધું છે હિન્દુત્વ નહીં. હું માનું છું કે ભાજપનું તકવાદી હિન્દુત્વ સત્તા માટે છે. હકીકતમાં, 2019ની મહારાષ્ટ્ર ચૂંટણી પછી, શિવસેનાએ ભાજપથી અલગ થઈને મહા વિકાસ અઘાડી (MVA) સરકાર બનાવવા માટે NCP અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું.અગાઉ ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે રવિવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસર પર ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી માણિક સરકારે પણ અગરતલામાં નેતાજીને શ્રદ્ધાંજલિ આપી હતી.

એક ટ્વીટમાં, NCP વડાએ શિવસેનાના સ્થાપક ઠાકરેના ભાષણો અને તેમના લેખોને યાદ કર્યા, જેમાં તે સમયની સામાજિક અને રાજકીય પરિસ્થિતિ પર ટિપ્પણી કરવામાં આવી હતી. પવારે કહ્યું કે બાળ ઠાકરેએ મરાઠી ભાષી લોકોના હિતોની રક્ષા માટે નક્કર પગલાં લીધાં. નેતાજીને શ્રદ્ધાંજલિ આપતા પવારે સ્વતંત્રતા ચળવળમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.