Not Set/ ભાગવત વિદ્યાપીઠ ખાતે પાટીદાર મહાસંમેલનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં શુભારંભ

ગુજરાત સહિત દેશ વિદેશમાં મોટી સંખ્યામાં કડવા અને લેઉવા પાટીદાર પરિવારો વસવાટ કરે છે, અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે લવ-કુશ પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં કડવા-લેઉવાના ભેદભાવ ભૂલીને તમામ પાટીદાર નેતાઓ એક મંચ પર સાથે જોવા મળ્યા હતા. તમામ પાટીદાર વચ્ચે સમરસતા વધે તેવ ઉમદા હેતુથી આ લેઉવા-કડવા પાટીદારોનું લવ-કુશ મહાસંમેલનનું આયોજન […]

Ahmedabad Gujarat
modi 1 ભાગવત વિદ્યાપીઠ ખાતે પાટીદાર મહાસંમેલનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં શુભારંભ

ગુજરાત સહિત દેશ વિદેશમાં મોટી સંખ્યામાં કડવા અને લેઉવા પાટીદાર પરિવારો વસવાટ કરે છે, અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે લવ-કુશ પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં કડવા-લેઉવાના ભેદભાવ ભૂલીને તમામ પાટીદાર નેતાઓ એક મંચ પર સાથે જોવા મળ્યા હતા. તમામ પાટીદાર વચ્ચે સમરસતા વધે તેવ ઉમદા હેતુથી આ લેઉવા-કડવા પાટીદારોનું લવ-કુશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

modi 2 ભાગવત વિદ્યાપીઠ ખાતે પાટીદાર મહાસંમેલનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં શુભારંભ

આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેંદ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, નરહરિ અમીન, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
લવ કુશ સંમેલનને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે,  દરેક સમાજમાં જુદા જુદા પ્રકારની વ્યવસ્થા હોય છે. તેમાં પાટીદાર સમાજમા કડાવ અને લેઉઆ સમાજની વ્યવસ્થા છે. તે ગુજરાતમાં વ્યાપક રીતે ફેલાયેલો સમાજ છે. વિકાસમાં દરેક ક્ષેત્રે પાટીદાર સમાજ આગળ છે. ઉંઝા કે ખોડલધામથી કોઈ મોટો ભેદભાવ ન રાખે. ભગવાન રામના વંશજ તરીકે આગળ વધે. અને ગુજરાતની વિકાસ યાત્રામા જોડાયેલા રહે.

કડવા બોલવા અંગે નીતિન પટેલે કહ્યું હતું કે, હું હંમેશા સત્ય બોલવા માટે ટેવાયેલો છું. દવાઓ કડવી હોય પણ રોગ મુક્ત કરે છે. ક્યારેક મારુ બોલેલું સરકાર કે સમાજમાં કડવું લાગતું હોય છે. હું કડવું બોલું ત્યારે તેનું લાંબા ગાળે ફાયદો થતો હોય છે.

જયારે આ પ્રસંગે પોતાના ભાષણમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ ભાષા પર લગામ રાખે એ જરૂરી છે. સમાજે પોતાનામા થી ‘હું’ પણું દૂર કરવું પડશે. ‘હું’ પણું દૂર થશે તો બહુ બધી સમસ્યાઓ દૂર થશે. પાટીદાર સમાજ માં ભાગલા પાડવાનું કામ કરનારને દૂર કરવાનું કામ કરવાનું છે.
તે સિવાય 30 હજાર જેટલા પાટીદાર પરિવારો પણ સંમેલનમાં પહોંચ્યા છે. સંમેલનમાં વિવિધ ક્ષેત્રના વિવિધ સ્તરે ખાસ સિદ્ધિ હાંસલ કરનારા કર્મશીલ પાટીદારોને પાટીદાર શિરોમણી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.