Not Set/ ચીન : મહિલા અને ડ્રાઈવરના ઝઘડાને લીધે બસ પડી નદીમાં, ૧૩ લોકોના મોત

ચીનમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બસના ડ્રાઈવર અને મહિલા વચ્ચે ઝઘડો થઇ જતા બસ સીધી નદીમાં પડી ગઈ હતી. નદીમાં પડવાને લીધે ઘટનાસ્થળે ૧૩ લોકો મોતને ભેટ્યા હતા. શુક્રવારે આ જાણકારી પોલીસે આપી હતી. સોશ્યલ મીડિયામાં તેનો વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કેવી રીતે ઝઘડાને લીધે બસ […]

Top Stories World Trending Videos
accident 759 1 ચીન : મહિલા અને ડ્રાઈવરના ઝઘડાને લીધે બસ પડી નદીમાં, ૧૩ લોકોના મોત

ચીનમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બસના ડ્રાઈવર અને મહિલા વચ્ચે ઝઘડો થઇ જતા બસ સીધી નદીમાં પડી ગઈ હતી. નદીમાં પડવાને લીધે ઘટનાસ્થળે ૧૩ લોકો મોતને ભેટ્યા હતા.

શુક્રવારે આ જાણકારી પોલીસે આપી હતી. સોશ્યલ મીડિયામાં તેનો વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.

વિડીયોમાં તમે જોઈ શકો છો કેવી રીતે ઝઘડાને લીધે બસ નદીમાં પડી

https://twitter.com/phsphd1/status/1058218725499904000

દક્ષીણ પશ્ચિમ ચોન્કોંગ શહેરમાં યાન્ગ્ત્જી નદીમાં પૂલ પર આ ઘટના બની હતી. જેમાં બસ રેલીંગ તોડીને નદીમાં પડી ગઈ હતી. બસમાં કુલ ૧૫ લોકો સવાર ગતા જેમાંથી ૧૩ લોકોના શબ પોલીસને મળ્યા છે જયારે બીજા ૨ મુસાફર લાપતા છે.

સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે ૪૮ વર્ષીય મહિલા પોતાનું સ્ટોપ છૂટી જવાને લીધે ડ્રાઈવર સાથે ઝઘડો કરી રહી હતી અને તે બસ ઉભી રાખવા માટે કહી રહી હતી. જયારે ડ્રાઈવરે તેમ કરવાની ના પડી ત્યારે તેમની વચ્ચે ઝઘડો શરુ થઇ ગયો હતો.