Not Set/ અગ્નીકાંડમાં કોરોના દર્દીઓને રેસ્ક્યુ કરનાર બે પોલીસ કર્મીને કોરોનાનાં લક્ષણો દેખાતા 8 કર્મી હોમકોરન્ટાઇ

અમદાવાદનાં નવરંગપુરામાં આવેલી શ્રેય કોવિડ હોસ્પિટલનાં ICUમાં અચાનક આગ લાગવાથી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 8 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યાની હાલમાં જ બનેલી ગોઝારી ધટનામાં આફર શોક્સ આવવાના હજુ ચાલુ જ છે. અગ્નીકાંડમાં કોઇને કાઇ મહત્વની બેજવાબદારી સામે આવી રહી છે, ત્યારે સુકા સાથે લીલું પણ બળે તેવો ક્યાસ અહી બરોબર ફીટ બેસતો જોવામાં આવી રહ્યો છે.  […]

Ahmedabad Gujarat
d7e82588b589056abc1e9574bae73365 અગ્નીકાંડમાં કોરોના દર્દીઓને રેસ્ક્યુ કરનાર બે પોલીસ કર્મીને કોરોનાનાં લક્ષણો દેખાતા 8 કર્મી હોમકોરન્ટાઇ
d7e82588b589056abc1e9574bae73365 અગ્નીકાંડમાં કોરોના દર્દીઓને રેસ્ક્યુ કરનાર બે પોલીસ કર્મીને કોરોનાનાં લક્ષણો દેખાતા 8 કર્મી હોમકોરન્ટાઇ

અમદાવાદનાં નવરંગપુરામાં આવેલી શ્રેય કોવિડ હોસ્પિટલનાં ICUમાં અચાનક આગ લાગવાથી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 8 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યાની હાલમાં જ બનેલી ગોઝારી ધટનામાં આફર શોક્સ આવવાના હજુ ચાલુ જ છે. અગ્નીકાંડમાં કોઇને કાઇ મહત્વની બેજવાબદારી સામે આવી રહી છે, ત્યારે સુકા સાથે લીલું પણ બળે તેવો ક્યાસ અહી બરોબર ફીટ બેસતો જોવામાં આવી રહ્યો છે.  જી હા, આગ લાગવાનાં કારણે ત્યાં જીવનાં જોખમે પણ પોતાની ફરજ બજાવનારા પોલીસ કર્મીઓ કોરનાની ચપેટમાં આવી ગયાનો ઘટસ્ફોટ થઇ રહ્યો છે.
વાત જાણે એમ છે કે, શ્રેય કોવિડ હોસ્પિટલનાં ICUમાં અચાનક આગ લાગવા સમયે હોસ્પિટલમાં લગભગ કુલ 40 કોરોનાનાં દર્દીઓ હતા. 8 દર્દીઓ આગમાં ભરથ્થુ થઇ જતા મૃત્યુ પામ્યા હતા અને બાકીનાં તમામ દર્દીઓને રેસ્ક્યુ કરી બીજી હોસ્પિટલમાં સિફ્ટ કરવામાં આવ્યા હતા. શ્રેય હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ હોવાથી અને કોરોના સંપર્કથી ઝડપથી ફેલાતો હોવાથી, આગ સામે પોતાના જીવના જોખમે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાનાં દર્દીઓને બચાવવાની કામગીરી કરનાર 2 પોલીસકર્મીને ખાંસી અને તાવના લક્ષણો જણાયા છે.

આગની ગોઝારી ઘટના સમયે આ પોલીસ કર્મીઓ દ્વારા તમામ દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ આ પોલીસ કર્મી કોરોનાથી પોતાની જાતને બચાવી ન શક્યાની વિગતો સામે આવી રહી છે. દર્દીઓને રેસક્યુ કરનાર પોલીસ કર્મીઓમાંથી બે પોલીસ કર્મીને કોરોનાનાં લક્ષણો જોવામાં આવ્યા હોવાનાં કારણે ત્યાં રેસ્ક્યુ કામગીરીમાં સામે અને સાથે રહેલ તમામ 
8 પોલીસકર્મી  અને અધિકારીને હોમ કોરોન્ટાઇન કરાયા છે. તમામ પોલીસ કર્મીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને તેમના સંપર્કમાં આવેલી તમામ વ્યક્તિઓના સ્વાસ્થ્યની પણ તપાસ કરવામાં આવી રહી છે. 

શ્રેય હોસ્પિટલનાં અગ્નીકાંડમાં કોરોના દર્દીઓને રેસ્ક્યુ કરનાર બે પોલીસ કર્મીને કોરોનાનાં લક્ષણો દેખાતા 8 પોલીસ કર્મીને હોમકોરન્ટાઇ કરવામાં આવ્યા હોવાની વાત વાયુ વેગે પ્રજા વચ્ચે પહોંચી જતા લોકોમાં ચર્ચા અને વાહવાહી થઇ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે ફક્ત પ્રચાર માટે ફોટા પડાવતા કોરોના વોરિર્યસ જોઇલો આને કહેવાય સારા કોરોના વોરિર્યસ… 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews