Not Set/ 15 ઓગસ્ટ પહેલા રાજધાનીમાં ગડબડી ફેલાવા પાક.નું ષડયંત્ર! લોકોને આવી રહ્યા છે ભડકાઉ કોલ્સ

સ્વતંત્રતા દિવસ આવવાનો છે, આવી સ્થિતિમાં પાકિસ્તાન રાજધાની દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં ગડબડ ફેલાવવા માટે હાથ-પગ મારી રહ્યું છે. 15 ઓગસ્ટ પહેલા જ રાજધાનીમાં ઘણા લોકોને ષડયંત્રવાળા મોબાઇલ કોલ આવી રહ્યા હતા. આ કોલ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને ઇસ્લામના નામે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ લહેરાવતાં અટકાવવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. રાજધાની દિલ્હીના કેટલાક લોકોએ આ […]

Uncategorized
66128715ab983fc01630d0708962d0ca 15 ઓગસ્ટ પહેલા રાજધાનીમાં ગડબડી ફેલાવા પાક.નું ષડયંત્ર! લોકોને આવી રહ્યા છે ભડકાઉ કોલ્સ
66128715ab983fc01630d0708962d0ca 15 ઓગસ્ટ પહેલા રાજધાનીમાં ગડબડી ફેલાવા પાક.નું ષડયંત્ર! લોકોને આવી રહ્યા છે ભડકાઉ કોલ્સ

સ્વતંત્રતા દિવસ આવવાનો છે, આવી સ્થિતિમાં પાકિસ્તાન રાજધાની દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં ગડબડ ફેલાવવા માટે હાથ-પગ મારી રહ્યું છે. 15 ઓગસ્ટ પહેલા જ રાજધાનીમાં ઘણા લોકોને ષડયંત્રવાળા મોબાઇલ કોલ આવી રહ્યા હતા. આ કોલ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને ઇસ્લામના નામે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ લહેરાવતાં અટકાવવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે.

રાજધાની દિલ્હીના કેટલાક લોકોએ આ કોલ વિશે દિલ્હી પોલીસને માહિતી આપી છે. જે બાદ દિલ્હી પોલીસના વિશેષ સેલે આ ષડયંત્રવાળા કોલના સ્ત્રોતની શોધખોળ શરૂ કરી દીધી છે. આ કેસમાં દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ પણ કેસ નોંધી શકે છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ફોન કરનાર પોતાને યુસુફ અલી કહે છે અને કહે છે, “તમે જાણો છો કે મોદી સરકાર બાબરી મસ્જિદને બદલે રામ મંદિર બનાવી રહી છે. આ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની શરૂઆત છે.” “મારા બધા મુસ્લિમ ભાઈ-બહેનોને અપીલ છે કે નરેન્દ્ર મોદીને 15 ઓગસ્ટના રોજ હિન્દુસ્તાનનું પરચમ લહેરાવતા રોકવા જોઈએ.

કોલમાં વ્યક્તિ ભડકાઉ ભાષણ કરતા કહે છે,  “આપણે શીખ ભાઈ-બહેનો પાસેથી શીખવું જોઈએ, જેઓ તેમની સ્વતંત્રતા અને એક અલગ ખાલિસ્તાનને સમર્થન આપવા માટે જનમત 2020 કરી રહ્યા છે, આપણે ભારતમાંથી મુસ્લિમો માટે એક અલગ ઉર્દુસ્તાન બનાવવાનું પણ કામ કરવું જોઈએ. અલ્લાહ હાફિઝ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.