Not Set/ જન્માષ્ટમીનાં તહેવારને લાગ્યું કોરોનાનું ગ્રહણ, બજારોમાં ખરીદીનું પ્રમાણ 50 ટકા ઘટ્યું

  જન્માષ્ટમીનાં તહેવારમાં 1 દિવસનો જ સમય બાકી છે, ત્યારે અમદાવાદનાં બજારોમાં પહેલા જેવી રોનક જોવા મળી રહી નથી. બજારમાં ખરીદી કરવા આવતા લોકોની સંખ્યાનું પ્રમાણ અડધું જોવા મળી રહ્યુ છે. ત્યારે જન્માષ્ટમીમાં જોવા મળતા ભગવાન કૃષ્ણનાં ડ્રેસમાં પણ ખરીદીનું પ્રમાણ 50 ટકા ઓછું છે. જન્માષ્ટમીમાં મંદિરોમાં શાળા, કોલેજો અને સોસાયટીઓમાં ખાસ પ્રકારની ઉજવણી કરવામાં […]

Ahmedabad Gujarat
155db626a6ad302645c41a8a61e68f8f જન્માષ્ટમીનાં તહેવારને લાગ્યું કોરોનાનું ગ્રહણ, બજારોમાં ખરીદીનું પ્રમાણ 50 ટકા ઘટ્યું
155db626a6ad302645c41a8a61e68f8f જન્માષ્ટમીનાં તહેવારને લાગ્યું કોરોનાનું ગ્રહણ, બજારોમાં ખરીદીનું પ્રમાણ 50 ટકા ઘટ્યું 

જન્માષ્ટમીનાં તહેવારમાં 1 દિવસનો જ સમય બાકી છે, ત્યારે અમદાવાદનાં બજારોમાં પહેલા જેવી રોનક જોવા મળી રહી નથી. બજારમાં ખરીદી કરવા આવતા લોકોની સંખ્યાનું પ્રમાણ અડધું જોવા મળી રહ્યુ છે. ત્યારે જન્માષ્ટમીમાં જોવા મળતા ભગવાન કૃષ્ણનાં ડ્રેસમાં પણ ખરીદીનું પ્રમાણ 50 ટકા ઓછું છે.

જન્માષ્ટમીમાં મંદિરોમાં શાળા, કોલેજો અને સોસાયટીઓમાં ખાસ પ્રકારની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં નાના બાળકોથી માંડીને યુવાનો ખાસ પ્રકારનો કનૈયા ડ્રેસ પહેરતા હોય છે. જેનો છેલ્લા કેટલાક વર્ષથી નવો ટ્રેન્ડ બની ગયો છે. પરંતુ આ વર્ષે સરકારે કોરોના મહામારીને કારણે કેટલીક ગાઈડલાઈન બહાર પાડી છે. જેથી સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજીયાત છે. જેથી મંદિરોમાં તેમજ સોસાયટીઓમાં પણ વધારે ભક્તો ભેગા ના થાય તે માટે કેટલીક રોક સરકારે લગાવી છે. બીજી બાજુ શાળા કોલેજો પણ ખુલ્યા નથી. જેથી જન્માષ્ટમીમાં પહેરવામાં આવતો કૈંનૈયા ડ્રેસની ખરીદીમાં પણ મંદી જોવા મળી છે. ગયા વર્ષ કરતા આ વર્ષે કૈનૈયા ડ્રેસનું વેચાણ 50 ટકા જોવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.