Not Set/ Bengaluru Violence/ હિંસક ભીડથી મંદિરને બચાવવા મુસ્લિમ યુવાનોએ કર્યું કંઇક આવું, જુઓ વિડીયો

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મંગળવારે રાત્રે વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટ ફાટી નીકળ્યા બાદ, કેટલાક મુસ્લિમ યુવાનોએ તેને તોફાનીઓથી બચાવવા માટે ડીજે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મંદિરની આસપાસ હ્યુમન ચેન બનાવી  હતી. હિંસક ભીડ મંદિરને નિશાન બનાવવા આગળ વધતી જતી હતી, પરંતુ કેટલાક મુસ્લિમ યુવાનોએ તેમને હ્યુમન ચેન બનાવીને તેમ આમ કરતાં અટકાવ્યા હતા.   આપને જણાવી દઇએ […]

Uncategorized
59a22b8e57898fee17f79bee7a603adf 1 Bengaluru Violence/ હિંસક ભીડથી મંદિરને બચાવવા મુસ્લિમ યુવાનોએ કર્યું કંઇક આવું, જુઓ વિડીયો

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મંગળવારે રાત્રે વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટ ફાટી નીકળ્યા બાદ, કેટલાક મુસ્લિમ યુવાનોએ તેને તોફાનીઓથી બચાવવા માટે ડીજે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મંદિરની આસપાસ હ્યુમન ચેન બનાવી  હતી. હિંસક ભીડ મંદિરને નિશાન બનાવવા આગળ વધતી જતી હતી, પરંતુ કેટલાક મુસ્લિમ યુવાનોએ તેમને હ્યુમન ચેન બનાવીને તેમ આમ કરતાં અટકાવ્યા હતા.  

આપને જણાવી દઇએ કે, મંગળવારે રાત્રે બેંગ્લોરના પુલાકેશી નગરમાં ટોળાએ પોલીસ સ્ટેશન અને કોંગ્રેસના ધારાસભ્યના નિવાસસ્થાનની તોડફોડ કરી હતી. ધારાસભ્યના કથિત સંબંધીએ સોશિયલ મીડિયા પર કોમી મુદ્દાને લગતી એક પોસ્ટ શેર કર્યા પછી આ ઘટના બની છે. પોલીસે જણાવ્યું છે કે મોટી સંખ્યામાં લોકો ધારાસભ્યના નિવાસસ્થાન પાસે એકત્ર થયા હતા અને તોડફોડ કરી હતી.  

અહેવાલો અનુસાર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે પણ ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અચાનક થયેલી હિંસામાં એડિશનલ પોલીસ કમિશનર સહિત 60 જેટલા પોલીસ જવાન ઘાયલ થયા છે. બેંગ્લોરના ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે હંગામો થયો હતો. જેના પગલે ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં કર્ફ્યુ લગાવાયો છે.

જ્યારે, બેંગલુરુમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. બેંગલુરુના પોલીસ કમિશનર કમલ પંતે જણાવ્યું હતું કે નવીનની સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ્સ શેર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે આરોપી, જેણે પોતાને ધારાસભ્યનો સબંધી ગણાવ્યો હતો, તેણે કથિત રીતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેણે સમુદાયના લોકોને ઉશ્કેર્યા હતા. ધારાસભ્યએ સમુદાયના સભ્યોને હિંસા ન કરવા અપીલ કરી હતી.

તેમણે વીડિયો સંદેશમાં કહ્યું કે, “હું મુસ્લિમ ભાઈઓને અપીલ કરું છું કે કેટલાક બદમાશોની ભૂલોને લીધે આપણે હિંસામાં ન ઉતરવું જોઈએ.” લડવાની જરૂર નથી. આપણે બધા ભાઈઓ છીએ. અમે ગુનેગારોને કાયદા પ્રમાણે શિક્ષા કરીશું. અમે પણ તમારી સાથે છીએ. હું મારા મુસ્લિમ મિત્રોને શાંતિ જાળવવા અપીલ કરું છું. ‘

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.