Not Set/ પોપ્યુલર બિલ્ડરનાં માલિક અને પુત્ર સામે દહેજની માંગ, છેડતી-મારામારી મામલે પુત્રવધુએ જ નોંધાવી FIR

અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, ઘરેલુ હિંસા અને પત્ની સાથે મારઝૂડ કરતા હોવાની કલમો હેઠળ પોપ્યુલર બિલ્ડર ગ્રુપના પરિવારજનો વિરુદ્ધ ગુનો નોંધાતા સમગ્ર શહેરમાં ચકચાર જોવામાં આવી રહ્યો છે. “ગુજરાતમાં નામચીન અને આટલા મોટા પરિવારમાં પણ આવા ગુનાઓ અંજામ લે છે? ”  લોકો મુખે ચર્ચાનો વિષય બનેલા ઘટનામાં શુ છે […]

Ahmedabad Gujarat
0927550ce5f9a17256784912ac6214b5 પોપ્યુલર બિલ્ડરનાં માલિક અને પુત્ર સામે દહેજની માંગ, છેડતી-મારામારી મામલે પુત્રવધુએ જ નોંધાવી FIR
0927550ce5f9a17256784912ac6214b5 પોપ્યુલર બિલ્ડરનાં માલિક અને પુત્ર સામે દહેજની માંગ, છેડતી-મારામારી મામલે પુત્રવધુએ જ નોંધાવી FIR

અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, ઘરેલુ હિંસા અને પત્ની સાથે મારઝૂડ કરતા હોવાની કલમો હેઠળ પોપ્યુલર બિલ્ડર ગ્રુપના પરિવારજનો વિરુદ્ધ ગુનો નોંધાતા સમગ્ર શહેરમાં ચકચાર જોવામાં આવી રહ્યો છે. “ગુજરાતમાં નામચીન અને આટલા મોટા પરિવારમાં પણ આવા ગુનાઓ અંજામ લે છે? ”  લોકો મુખે ચર્ચાનો વિષય બનેલા ઘટનામાં શુ છે હકીકતો અને કેવી છે સમગ્ર ઘટના આવો જોઇએ…

“પોપ્યુલર ક્રિમીનલ” 

ગુજરાતભરમાં જાણીતા પોપ્યુલર બિલ્ડર સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. યુવતી દ્રારા પતિ અને સાસરિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે તે ફરિયાદ દહેજ માંગી શારિરીક માનસીક ત્રાસ અપાયો હોવાની ઘટના સંદર્ભે નોંધાવવામાં આવી છે. હદ તો તે છે કે. ભદ્ર પરિવારની પુત્ર વધુ દ્વારા ફરિયાદમાં લખાવવામાં આવ્યુ છે કે, દારૂ પીને સસરાએ છેડતી પણ કરી છે. જી હા, છેડતીનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.  

ફરિયાદમાં સામે આવતી વિગતો પ્રમાણે અમદાવાદનાં જાણીતા પોપ્યુલર બિલ્ડર ગ્રુપના મૌનાંગ પટેલ, રમણભાઈ પટેલ, મયુરીકા પટેલ સહિત કુલ ચાર શખ્શો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે વહુને ત્રાસ આપવા બદલ સાસરિયાઓ વિરુધ ગુનો નોધાયો છે. પરંતુ દીકરીએ પોતાના પિતા વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હોવાનો પ્રથમ કિસો સામે આવ્યો છે.  થોડા દિવસો પહેલા યુવતીની દીકરીનો જન્મ દિવસ હતો અને દીકરીના જન્મ દિવસની ઉજવણી બાદ સસરા અને વહુ વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ યુવતીનાં પતિ મોનાંગે યુવતીની સાથે મારામારી કરતા તેને નાકમાં ફ્રેક્ચર થયુ હતુ.

લગ્નનાં એક વર્ષ બાદથી જ વારંવાર યુવતિને પતિ મોનાંગ પટેલ દ્વારા દારૂ પીને માર મારવામાં આવતો હોવાનો આરોપો યુવતીએ ફરિયાદમાં કર્યા છે, તેમજ સસરા દ્વારા દારૂ પીને છેડતી કરાતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. થોડા દિવસો પહેલાં યુવતીનાં જ પિતાએ યુવતીની દિકરીનાં જન્મદિવસે સાસરે આવીને સાસરિયાઓને યુવતી વીરુધ્ધ ચઢામણી કરતા યુવતીને જાણીતા બિલ્ડરે માર માર્યો હતો. જેથી અંતે યુવતીએ માતા સાથે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

હાલ તો યુવતીએ બિલ્ડર પતિ સામે મારામારી તેમજ દહેજની માંગણીની ફરિયાદ આપતા વસ્ત્રાપુર પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જોકે મહિલાનો એ પણ આરોપ છે કે આ વચ્ચે બિલ્ડર પતિ અને તેના પરિવાર દ્વારા તેની બાળકીને છીનવી લેવાની પણ ધમકી અપાઇ છે. જેથી મહિલા અને તેની માતા ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે અને પોલીસ પાસે જલ્દી અને સચોટ ન્યાયની આશા સેવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યુ કે આ મામલે પોલીસે કયા પગલાં લે છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews