Not Set/ #CoronaIndia/ દેશમાં કોરોનાથી મોતનો આંક પહોંચ્યો 50 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા…

  ભારતમાં કોરોના વાયરસનાં ચેપનાં વધતા જતા કેસો હવે દેશ માટે એક ચિંતાનુ મોટુ કારણ બની રહ્યા છે. સોમવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 57,982 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 26,47,663 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન 941 લોકોનાં મોત નીપજ્યાં […]

India
857d241a5e6576a8902a2c387bc722fe #CoronaIndia/ દેશમાં કોરોનાથી મોતનો આંક પહોંચ્યો 50 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા...
857d241a5e6576a8902a2c387bc722fe #CoronaIndia/ દેશમાં કોરોનાથી મોતનો આંક પહોંચ્યો 50 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા... 

ભારતમાં કોરોના વાયરસનાં ચેપનાં વધતા જતા કેસો હવે દેશ માટે એક ચિંતાનુ મોટુ કારણ બની રહ્યા છે. સોમવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 57,982 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 26,47,663 થઈ ગઈ છે.

આ સમયગાળા દરમિયાન 941 લોકોનાં મોત નીપજ્યાં છે, ત્યારબાદ મૃતકોની કુલ સંખ્યા 50 હજારનાં આંકડાને પાર કરી 50,921 થઈ ગઈ છે. વળી સક્રિય કેસ વિશે વાત કરીએ તો, આપને જણાવી દઈએ કે હાલમાં દેશમાં કુલ 6,76,900 કેસ સક્રિય છે. આ ખતરનાક વાયરસને હરાવીને ઠીક થતા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. જે વધીને 19,19,842 થઈ ગઈ છે.

ભારતમાં કોરોના વાયરસનો રિકવરી દર થોડો વધીને 72.51 ટકા પર પહોંચી ગયો છે. મૃત્યુ દર બે ટકાથી નીચે રહ્યો છે. તે હજી પણ 1.92 ટકા નોંધાયેલ છે. સક્રિય કેસનો દર 25.57 ટકા છે, જ્યારે પોઝિટિવ કેસનો દર વધીને 7.92 થયો છે. બીજી બાજુ, જો આપણે ટેસ્ટનાં સેમ્પલોની વાત કરીએ તો, આઈસીએમઆર અનુસાર, 16 ઓગસ્ટે 7,31,697 લોકોની તપાસ કરવામાં આવી હતી, જ્યારે 16 ઓગસ્ટ સુધીમાં કુલ 3,00,41,400 લોકોનાં સેમ્પલો લેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.