Not Set/ અમદાવાદ/ શહેરનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ, ધોળા દિવસે વિજિબિલીટી ઘટી

અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તાજેતરમાં પૂર્વ-પશ્ચિમનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ  પડી રહ્યો છે. અમદાવાદનાં એસ.જી.હાઇવે, સિંધુ ભવન,પકવાન ચાર રસ્તા, ગોતા, વૈષ્ણોદેવી સર્કલ, વેજલપુરમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.  અમદાવાદમાં સવારથી કાળા વાદળો ઘેરાતા દિવસમાં અંધારુ હોય તેવો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદનાં SG હાઇવે પર વરસાદી ઝાપટા […]

Ahmedabad Gujarat
238d0e05697fcb5700d409fb7c2975a1 અમદાવાદ/ શહેરનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ, ધોળા દિવસે વિજિબિલીટી ઘટી
238d0e05697fcb5700d409fb7c2975a1 અમદાવાદ/ શહેરનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ, ધોળા દિવસે વિજિબિલીટી ઘટી

અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તાજેતરમાં પૂર્વ-પશ્ચિમનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ  પડી રહ્યો છે. અમદાવાદનાં એસ.જી.હાઇવે, સિંધુ ભવન,પકવાન ચાર રસ્તા, ગોતા, વૈષ્ણોદેવી સર્કલ, વેજલપુરમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. 

અમદાવાદમાં સવારથી કાળા વાદળો ઘેરાતા દિવસમાં અંધારુ હોય તેવો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદનાં SG હાઇવે પર વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરમાં વરસાદનાં કારણે વિઝિબિલીટ ઘટી ગઇ છે. ભરબપોરે લોકો વાહનોમાં હેડ લાઈટ ચાલુ કરવા મજબૂર બન્યા છે. આપને જણાવી દઇએ કે, હાલમાં અમદાવાદનાં શીલજ, જગતપુર, સિંધુભવન રોડ, ઇસ્કોન, પકવાન સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એસ.જી.હાઇવે, બોડકદેવ, વસ્ત્રાપુર, બોપલ, જજીસ બંગલો રોડ પર ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે ગોતા, ચાંદલોડીયા, પ્રહલાદનગર, નારણપુરા, ઘાટલોડિયા, મોટેરા, ચાંદખેડા, વેજલપુર, સરખેજ, સેટેલાઇટ વગેરે જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ સાથે…


 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.