Not Set/ સરિતા પુરસ્કાર મામલે સરકારે કર્યું સ્પષ્ટીકરણ, કહ્યું ટીમ ઇવેન્ટને કારણે મળશે એક કરોડ

ગુજરાત. ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાની રહીશ સરિતા ગાયકવાડે 4×400 રિલેમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપીને ભારતને ગોલ્ડ મેડલ આપાવ્યો છે. સરિતાએ આ ગોલ્ડ ટીમ ઇવેન્ટમાં અપાવ્યો છે. તેમની ટીમમાં હિમા દાસ, વી કેરોથ અને પુવમ્માનો આમ અન્ય ખેલાડીઓ પણ હતા. જેથી સરકારે સ્પષ્ટીકરણ કરતા જણાવ્યું હતું કે એશિયન ગેમ્સમાં સરિતાએ ભારતને ગોલ્ડ અપાવી દેશનું નામ ઊંચું […]

Top Stories Gujarat
Sarita Gaikwad સરિતા પુરસ્કાર મામલે સરકારે કર્યું સ્પષ્ટીકરણ, કહ્યું ટીમ ઇવેન્ટને કારણે મળશે એક કરોડ

ગુજરાત.

Dl6y 3 W0AEYz73 સરિતા પુરસ્કાર મામલે સરકારે કર્યું સ્પષ્ટીકરણ, કહ્યું ટીમ ઇવેન્ટને કારણે મળશે એક કરોડ
Gold Girl Sarita Gaikwad

ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાની રહીશ સરિતા ગાયકવાડે 4×400 રિલેમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપીને ભારતને ગોલ્ડ મેડલ આપાવ્યો છે. સરિતાએ આ ગોલ્ડ ટીમ ઇવેન્ટમાં અપાવ્યો છે. તેમની ટીમમાં હિમા દાસ, વી કેરોથ અને પુવમ્માનો આમ અન્ય ખેલાડીઓ પણ હતા.

જેથી સરકારે સ્પષ્ટીકરણ કરતા જણાવ્યું હતું કે એશિયન ગેમ્સમાં સરિતાએ ભારતને ગોલ્ડ અપાવી દેશનું નામ ઊંચું કર્યું છે, અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. એવામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેલ પ્રતિભા પુરસ્કાર પેઠે સરિતાને એક કરોડ આપવાની જાહેરાત કરી હતી.

આ મુદ્દે વિવાદ સર્જાતા સરકારે સ્પષ્ટીકરણ કરતા જણાવ્યું હતું કે, એશિયન ગેમ્સમાં કોઈ ખેલાડી ઈન્ડિવિડ્યુઅલ રીતે ગેમ્સમાં મેડલ મેળવે છે ત્યારે તેમને પુરસ્કાર પેઠે બે કરોડ રુપિયા આપવામાં આવે છે. પરંતુ સરિતાના કીસ્સમાં ગોલ્ડ ટીમ ઇવેન્ટમાં મળવાથી તેમને એક કરોડ રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે.