Not Set/ ગર્ભપાત/ ભારતમાં વર્ષ 2030 સુધીમાં દિકરાની સરખામણીએ આટલા લાખ દિકરીની કમી વર્તાશે…

  વર્ષો અગાઉ દીકરીને જન્મતાની સાથે જ દૂધ પીતી કરવાનો રીવાજ હતો. હવે આધુનીક યુગમાં દીકરીને જન્મ પહેલા જ માતાની કુખમાં જ મારી નાખવાનો રીવાજ સમાજમાં બિલ્લી પગે પ્રવેશી રહ્યો છે. દુનિયા ભલે ચંદ પર પહોંચી હોય પરંતુ આજે પણ કેટલાક ચોક્કસ સમાજમાં દીકરા અને દીકરી વચ્ચે ભેદ ભાવ પ્રવર્તી જ રહ્યા છે. દીકરી દીકરો […]

India
964a6a45131441de0030a52dd4ad916c ગર્ભપાત/ ભારતમાં વર્ષ 2030 સુધીમાં દિકરાની સરખામણીએ આટલા લાખ દિકરીની કમી વર્તાશે...
964a6a45131441de0030a52dd4ad916c ગર્ભપાત/ ભારતમાં વર્ષ 2030 સુધીમાં દિકરાની સરખામણીએ આટલા લાખ દિકરીની કમી વર્તાશે... 

વર્ષો અગાઉ દીકરીને જન્મતાની સાથે જ દૂધ પીતી કરવાનો રીવાજ હતો. હવે આધુનીક યુગમાં દીકરીને જન્મ પહેલા જ માતાની કુખમાં જ મારી નાખવાનો રીવાજ સમાજમાં બિલ્લી પગે પ્રવેશી રહ્યો છે. દુનિયા ભલે ચંદ પર પહોંચી હોય પરંતુ આજે પણ કેટલાક ચોક્કસ સમાજમાં દીકરા અને દીકરી વચ્ચે ભેદ ભાવ પ્રવર્તી જ રહ્યા છે. દીકરી દીકરો એક સમાન, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન માત્ર કાગળ ઉપરના વાઘ બનીને રહી ગયા છે.

એક સર્વે અનુસાર ભારતમાં વધી રહેલા ગર્ભપાતના કિસ્સા જોતા 2030 સુધીમાં દિકરીઓના જન્મના આંકડામાં લગભગ 68 લાખનો ઘટાડો થશે. જેમાં સૌથી વધુ ઘટાડો ઉત્તર પ્રદેશમાં જોવા મળશે. એક સંશોધનમાં સામે આવ્યુ છે કે, ભારતમાં પ્રસવ પહેલા લિંગ પસંદગી અને સાંસ્કૃતિક રીતે દિકરાના જન્મને પ્રાથમિકતા આપવાના કારણે 1970ના દાયકાથી જ લૈંગિક અસમાનતા રહી છે. શોધકર્તાઓએ જણાવ્યુ છે કે, આવી રીતે અસંતુલનથી પ્રભાવિત અન્ય દેશોની સરખામણીએ ભારત અને અન્ય દેશોમાં અલગ અલગ છે.

હાલમાં જ પ્રકાશિત થયેલા આ સંશોધનમાં દિકરીઓના જન્મમાં સૌથી મોટો ઘટાડો ઉત્તર પ્રદેશમાં સામે આવ્યો છે. જ્યાં 2017થી લઈને 2030 સુધીમાં 20 લાખ દિકરીયુ ઓછી જન્મશે. જ્યારે સમૂળગા ભારતમાં 2017થી 2030 સુધીમાં 68 લાખ દિકરીયુંના જન્મ ઓછા થશે. શોધકર્તાએ જણાવ્યુ છે કે, 2017થી 2025ની વચ્ચે દર વર્ષે સરેરાશ 4,69,000 ઓછી દિકરીયુના જન્મ થયા છે. તો વળી 2026થી 2030ની વચ્ચે આ સંખ્યા પ્રતિવર્ષ લગભગ 5,19,000 થઈ જશે. ભારતમાં 1994માં ગર્ભપાત અને પ્રસવ પહેલાના લૈંગિક ટેસ્ટ પર પ્રતિબંધ લગાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.