Not Set/ કંગના અને ઠાકરેની લડાઈમાં હવે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ કોશ્યારીની એન્ટ્રી

  ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે ચાલી રહેલી લડાઇમાં હવે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પ્રવેશ કર્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, તેમણે આ સમગ્ર એપિસોડમાં મુખ્યમંત્રીનાં મુખ્ય સલાહકાર અજેય મહેતા સાથે ચર્ચા કરી. આ સમય દરમિયાન રાજ્યપાલે પણ કાર્યવાહી અંગે નારાજગી વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજેય મહેતા આ મામલે […]

India
d8b730c91193250a0eb1c45c67e66fd1 કંગના અને ઠાકરેની લડાઈમાં હવે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ કોશ્યારીની એન્ટ્રી
d8b730c91193250a0eb1c45c67e66fd1 કંગના અને ઠાકરેની લડાઈમાં હવે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ કોશ્યારીની એન્ટ્રી

 

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે ચાલી રહેલી લડાઇમાં હવે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પ્રવેશ કર્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, તેમણે આ સમગ્ર એપિસોડમાં મુખ્યમંત્રીનાં મુખ્ય સલાહકાર અજેય મહેતા સાથે ચર્ચા કરી. આ સમય દરમિયાન રાજ્યપાલે પણ કાર્યવાહી અંગે નારાજગી વ્યક્ત કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજેય મહેતા આ મામલે સીએમ ઉદ્ધવને જાણ કરશે. આ સાથે જ રાજ્યપાલ કોશ્યારી પણ આ વિષય પર કેન્દ્રને રિપોર્ટ આપવા જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચેની લડત સતત વધી રહી છે. બંને તરફથી મૌખિક હુમલાઓ તીવ્ર બનેલા છે. કંગનાએ ઉદ્ધવ ઠાકરેને વંશવાદનાં નમૂના તો શિવસેનાને  સોનિયા સેના સુધી પ ગણાવી દીધા.

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર કંગના રનૌતની ઓફિસમાં BMC દ્વારા કથિત ગેરકાયદેસર બાંધકામોની કાર્યવાહીનું વળતર આપવા માટે રોકાયેલી છે. હવે મુંબઈ પોલીસે અભિનેત્રી કંગના રનૌતનાં ખાર સ્થિત ઘર અને બાંદ્રામાં તેના ઓફિસ/બંગલાની બહાર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. ગુરુવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.